• Home
  • News
  • કોરોના દેશમાં:મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે સૌથી વધુ 6,185 કેસ નોંધાયા, દિલ્હી અને કેરળમાં નવા કેસમાં ઘટાડો
post

મહારાષ્ટ્રમાં ‘મિશન બિગન અગેઇન’ હેઠળ 30 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરે મળેલી છૂટ 31 ડિસેમ્બર સુધી વધારી દેવાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 13:06:10

કોરોનાના નવા કેસમાં મહારાષ્ટ્ર ફરી ચિંતામાં વધારો કરી રહ્યું છે. અહીં સતત બે દિવસથી સૌથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 6,185 નવા કેસ નોંધાયા, 4089 સાજા થયા અને 486 દર્દીનાં મોત થયાં, જેની તુલનામાં દિલ્હીમાં 5,482 અને કેરળમાં 3,966 કેસ નોંધાયા. તો આ તરફ દેશમાં ગુરુવારે 41 હજાર 353 કેસ નોંધાયા, 41 હજાર 177 દર્દી સાજા થયા અને 486 લોકોનાં મોત થયાં, 319 એક્ટિવ કેસ વધ્યા.

દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 93.51 લાખ કેસ આવી ચૂક્યા છે, 87.58 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, 1.36 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 4.53 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંક્રમણની બીજી લહેર
રાજસ્થાનમાં સતત 21 દિવસથી એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી છે. મધ્યપ્રદેશમાં 12 દિવસ અને ગુજરાતમાં નવ દિવસથી એક્ટિવ કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગયું છે. અહીં પણ સતત સાત દિવસથી એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2011, રાજસ્થાનમાં 881, ગુજરાતમાં 203, મધ્યપ્રદેશમાં 478 એક્ટિવ કેસ વધ્યા છે.

ભારત દુનિયાનો બીજો દેશ, જ્યાં સૌથી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે
ભારત નવા દર્દીઓની બાબતમાં દુનિયામાં ફરી બીજા નંબર પર આવી ગયો છે. અહીં દરરોજ 35,000-44,000 સંક્રમિત નોંધાઈ રહ્યા છે. એક સપ્તાહ પહેલાં સુધી ભારત ચોથા અને પાંચમા નંબરે હતો. અમેરિકા આ મામલામાં ટોપ પર છે. અહીં દરરોજ 1 લાખથી વધુ કેસ વધી રહ્યાં છે.

રાહતની વાત છે કે કોરોનાથી થતા મોતના કેસમાં ભારતની સ્થિતિ થોડીક સારી છે. દુનિયામાં ભારત હવે 8મો દેશ બની ગયો છે, જ્યાં દરરોજ સૌથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. 25 નવેમ્બરે તે 5મા નંબરે હતો.

કોરોનાં અપડેટ્સ

·         દિલ્હીમાં 1 અને 2 ડિસેમ્બરે રેલ ભવન બંધ રહેશે. રેલવે બોર્ડના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન આખા પરિસરને સેનિટાઈઝ કરાશે. છેલ્લા અમુક દિવસોમાં અહીંના કર્મચારી કોરોના સંક્રમિત નોંધાયા છે.

·         મહારાષ્ટ્રમાં મિશન બિગન અગેઇનહેઠળ 30 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરે મળેલી છૂટ 31 ડિસેમ્બર સુધી વધારી દેવાઈ છે.

·         રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને ભારતની દવા કંપની હેટરોએ કોરોનાની વેક્સિન સ્પુતનિક V તૈયાર કરવા માટે કરાર કર્યો છે. આ કરાર ભારતમાં દર વર્ષે 10 કરોડ ડોઝ બનાવવાનો છે. પ્રોડક્શનની શરૂઆત આગામી વર્ષે થશે.

·         કોરોના વેક્સિન આવ્યા પહેલાં ભારતમાં પ્રાયોરિટી ગ્રુપ નક્કી થઈ ગયું છે. પહેલા તબક્કામાં 31 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે, જેમાં હેલ્થકેર વર્કર્સ, પોલીસ, 50 વર્ષથી વધુ ઉંમરના અને હાઈ રિસ્ક ગ્રુપના યુવાન સામેલ રહેશે.

·         રાજસ્થાનની તમામ શાળાનાં બાળકોએ પરીક્ષા આપવાની રહેશે. ભાસ્કર સાથેની વાતચીતમાં રાજ્યના શિક્ષણ નિયામક સૌરભ સ્વામીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ નિયામકે આ પ્રપોઝલને અંતિમ રૂપ આપી દીધું છે. જેના હેઠળ સિલેબસ 50% ઓછો થઈ જશે. પાસિંગ માર્ક્સ પણ 33%થી ઘટીને 26% કરી દેવાશે.

પાંચ રાજ્યની સ્થિતિ
1.
દિલ્હી
અહીં છેલ્લા 24 કલાકમાં 5,482 નવા દર્દી નોંધાયા, 5937 સાજા થયા અને 98 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 5 લાખ 56 હજાર 744 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 5 લાખ 9 હજાર 654 સાજા થઈ ચુક્યા છે, 8909 લોકોનાં મોત થયાં છે, જ્યારે 38 હજાર 181 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
અહીં ગુરુવારે કુલ સંક્રમિતોનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1645 નવા દર્દી નોંધાયા, 1152 સાજા થયા અને 15 લોકોનાં મોત થયાં છે. અહીં અત્યારસુધીમાં 2 લાખ 1 હજાર 597 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1 લાખ 83 હજાર 696 લોકો સાજા થઈ ચૂક્યા છે, 3224 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 14 હજાર 677 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1607 લોકો સંક્રમિત થયા, 1388 લોકો સાજા થયા અને 16 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 5 હજાર 116 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 1 લાખ 86 હજાર 546 લોકો સાજા થઈ ચૂક્યા છે, 3938 સંક્રમિતોનાં મોત થઈ ગયાં છે. હવે 14 હજાર 362 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં સતત 21મા દિવસ સાજા થનારા કરતાં વધુ નવા દર્દી વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3093 લોકો સંક્રમિત થયા, 2194 લોકો સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 60 હજાર 40 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2 લાખ 29 હજાર 602 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 2255 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 28 હજાર 183 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
અહીં છેલ્લા 24 કલાકમાં 6185 લોકો સંક્રમિત થયા છે, 4089 દર્દી સાજા થયા અને 85 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 18 લાખ 8 હજાર 550 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 16 લાખ 72 હજાર 627 લોકો સાજા થઈ ચૂક્યા છે, 46 હજાર 898 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 87 હજાર 974 દર્દીની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post