• Home
  • News
  • દેશમાં કોરોના હવે જવાની તૈયારીમાં, 112 દિવસમાં સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો, 24 કલાકમાં 14 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, હવે સતર્કતા એ જ સમજદારી
post

રવિવારે 45 હજાર 65 નવા કેસ નોંધાયા, 58 હજાર 180 દર્દી સાજા થયા, 460 લોકોનાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 12:15:44

કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે. રવિવારે 45 હજાર 65 નવા કેસ નોંધાયા, જે 96 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આનાથી ઓછા 39 હજાર 170 કેસ 21 જુલાઈએ નોંધાયા હતા. આ પ્રકારે મોતનો આંકડો પણ છેલ્લા 24 કલાકમાં 460 રહ્યો છે, જે છેલ્લા 106 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 5 જુલાઈએ 421 કેસ નોંધાયા હતા.

રવિવારે 58 હજાર 180 દર્દી સાજા થયા. આનાથી એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 13 હજાર 583નો ઘટાડો થયો. હવે કુલ 6.54 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં 79.9 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 71.33 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.19 લાખ સંક્રમિતોનાં મોત થયાં છે.

કોરોનાં અપડેટ્સ

·         રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી

·         છેલ્લા પાંચ દિવસમાં રિકવરી રેટમાં 2%નો વધારો થયો છે. 19 ઓક્ટોબરે 87% રિકવરી રેટ હતો, જે હવે 89.74% થઈ ગયો છે.

·         16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ પાંચ હજારથી ઘટી ગયા છે. સૌથી ઓછા દાદરા નગર હવેલીમાં 51, મિઝોરમમાં 175, આંદામાન-નિકોબારમાં 204, સિક્કિમમાં 242 દર્દીની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, પુડ્ડુચેરી, ગોવા, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, લદાખ અને ચંદીગઢમાં પણ એક્ટિવ કેસની સંખ્યા ઓછી છે.

·         ભારત બાયોટેકને વેક્સિનના મોટા સ્તરે ટ્રાયલ કરવાની મંજૂરી મળી ગઈ છે. ફર્મે 12થી 14 રાજ્યના 20 હજાર વોલન્ટિયર્સ પર ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1.
મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે 951 નવા દર્દી નોંધાયા, 1181 લોકો સાજા થયા અને 10 દર્દીનાં મોત થયાં. સંક્રમિતોનો આંકડો હવે 1 લાખ 67 હજાર 249 થઈ ગયો છે, જેમાંથી 11 હજાર 237 દર્દીઓના હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 53 હજાર 127 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 2885 દર્દીનાં મોત થયાં છે.

 

2. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 1821 લોકો સંક્રમિત નોંધાયા છે. 2240 લોકો રિકવર થયા અને 13 દર્દીનાં મોત થયાં છે.1 લાખ 86 હજાર 243 લોકો અત્યારસુધીમાં સંક્રમિત થયા છે, જેમાં 16 હજાર 668 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 67 હજાર 736 લોકો સાજા થઈ ચૂક્યા છે.

3. બિહાર
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1.4 લાખ લોકોની તપાસ કરવામાં આવી, જેમાં 749 લોકો સંક્રમિત નોંધાયા છે. અત્યારસુધીમાં 2 લાખ 12 હજાર 192 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 10 હજાર 222 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 920 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 1049 દર્દીનાં મોત થયાં છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 6059 નવા દર્દી નોંધાયા, 5648 લોકો રિકવર થયા અને 112 દર્દીઓનાં મોત થયાં. અત્યારસુધી 16 લાખ 45 હજાર 20 લોકો સંક્રમિત થયા છે, જેમાં 1 લાખ 40 હજાર 486 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 14 લાખ 60 હજાર 755 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 43 હજાર 264 દર્દીનાં મોત થયાં છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારની સંખ્યા 6882 થઈ ગઈ છે. રવિવારે 28 સંક્રમિતનાં મોત થયાં છે. 2032 નવા દર્દી નોંધાયા અને 2368 લોકો રિકવર થયા. અત્યારસુધીમાં 4 લાખ 70 હજાર 270 સંક્રમિતની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાં 27 હજાર 317 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 36 હજાર 71 લોકો સાજા થઈ ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post