• Home
  • News
  • વિદેશમાં કોરોના વકર્યો:અમેરિકામાં એક મહિનામાં બમણી થઈ ગઈ દાખલ દર્દીઓની સંખ્યા, જર્મનીમાં 10 લાખ કરતાં વધારે કેસ
post

દુનિયામાં અત્યાર સુધી 6.19 કરોડથી વધારે સંક્રમિત, 14.48 લાખ લોકોના મોત થયા, 4.27 કરોડ સ્વસ્થ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 14:44:11

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 6.19 કરોડને પાર થઈ ગયો છે. 4 કરોડ 27 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 14 લાખ 48 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધો છે. આ આંકડો www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકાની હોસ્પિટલોમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ આંકડા પ્રમાણે, માત્ર એક મહિનામાં અહીં હોસ્પિટલોમાં દાખલ સંક્રમિતોનો આંકડો બમણો થઈ ગયો છે. થોડા દિવસ પહેલાં સંક્રમણ પર કાબુ મેળવવામાં સફળ રહેલા જર્મનીમાં કેસની સંખ્યા 10 લાખ થઈ ગઈ છે.

અમેરિકન હોસ્પિટલમાં 90 હજાર સંક્રમિતો
અમેરિકામાં સ્થિતિ સુધારા પર દેખાતી નથી. અહીંની હોસ્પિટલોમાં અત્યારે 90 હજારથી થોડા વધુ સંક્રમિત દર્દીઓ દાખલ છે. ધી ગાર્ડિયનના એક રિપોર્ટ પ્રમાણે, એક મહિનામાં સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ ગતિ મહામારી શરૂ થયા પછી સૌથી પહેલી વખત જોવા મળી છે. અમુક હોસ્પિટલોમાં તો મેક શિફ્ટ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે. કારણકે ત્યાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ ગયો છે.
લોસ એન્જલસમાં વધતા સંક્રમણથી પરેશાન લોકલ એડમિનિસ્ટ્રેશને અમુક વિસ્તારોમાં લોકડાઉન લગાવી દીધું છે. અમુક લોકોએ તેનો વિરોધ પણ કર્યો છે.

ટ્રાવેલના કારણે ટેસ્ટિંગમાં મુશ્કેલી
ક્રિસમસ નજીક છે અને સંક્રમણ કાબુમાં આવતું દેખાતુ નથી. અમેરિકામાં ફેસ્ટિવ સિઝનના કારણે લોકો ઘણી યાત્રા કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે તેનાથી ટેસ્ટિંગમાં મુશ્કેલી થઈ રહી છે. થેન્ક્સગિવિંગ હોલીડેઝમાં ટેસ્ટિંગ ઓછા થઈ ગયા છે. તેના કારણે સંક્રમિતોની ઓળખ કરવી મુશ્કેલ બને છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર લીના વેને કહ્યું- જો આપણે ટેસ્ટિંગ નહીં કરાવીએ તો જોખમ વધી જશે.

જર્મનીમાં 10 લાખ કેસ
યૂરોપના બીજા દેશોની જેમ જર્મનીમાં પણ સંક્રમણની બીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે. શુક્રવારે અહીંયા સંક્રમિતોનો આંકડો 10 લાખને પાર થઈ ગયો છે. ગત દિવસોમાં જર્મનીએ ઘણી હદ સુધી સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ અહીંયા કેસ વધી રહ્યાં છે. શુક્રવારે અહીંયા 22 હજાર નવા કેસ સામે આવ્યા હતા. જર્મની સરકારે દેશ લોકડાઉન લગાવ્યું હતું, પરંતુ ફ્રાન્સની જેમ તેના પરિણામ પોઝિટીવ ન રહ્યાં.ફ્રાન્સમાં ગત સપ્તાહ સુધી દરરોજ લગભગ 50 હજાર કેસ નોંધાઈ રહ્યાં હતા. હવે આ સંખ્યા સરેરાશ 12 હજાર થઈ ગઈ છે.

ઈટલીમાં ઢીલ
ઈટલી સરકારે દેશના પાંચ વિસ્તારમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોમ્બાર્ડી પણ સામેલ છે. આ શહેર પહેલી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત થયું હતું. હેલ્થ મિનિસ્ટ્રીએ સંક્રમણથી પ્રભાવિત વિસ્તારને ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ઈટલીમાં શુક્રવારે 827 લોકોના મોત થયા. આ સાથે જ 28 હજારથી વધુ નવા સંક્રમિત નોંધાયા. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે, ગત સપ્તાહની તુલનામાં હોસ્પિટલ્સમાં દાખલ દર્દીઓ અને ખાસ કરીને આઈસીયૂમાં દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે.

 

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોમાં સ્થિતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

13,454,254

271,026

7,945,582

ભારત

9,351,224

136,238

8,758,886

બ્રાઝિલ

6,238,350

171,998

5,536,524

રશિયા

2,215,533

38,558

1,712,174

ફ્રાન્સ

2,196,119

51,914

159,915

સ્પેન

1,646,192

44,668

ઉપલબ્ધ નથી

યૂકે

1,589,301

57,551

ઉપલબ્ધ નથી

ઈટલી

1,538,217

53,677

696,647

અર્જેન્ટીના

1,407,277

38,216

1,235,257

કોલમ્બિયા

1,290,510

36,214

1,189,499

 

adv

Related News

post
post
post
post
post
post
post