• Home
  • News
  • PM મોદીનું ટ્વિટ:ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે
post

ઝાયડસની ઝાયકોવ-ડી વૅક્સિનનું 30 જેટલા લોકો પર પરીક્ષણ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 13:57:36

એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. હાલમાં વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક થઈ હતી. જેમાં વૅક્સિન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તેમણે વૅક્સિન તૈયાર કરનાર સાયન્ટિસ્ટો સાથે પૂછપરછ કરીને વૅક્સિનની સમીક્ષા પણ કરી હતી. મોદીએ PPE કીટ પહેરીને ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ત્યાર બાદ તેઓ પુણે જવા માટે ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયાં હતાં. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.

વેક્સિનના ફેઝ-2ના પરિણામોની ચર્ચા કરી
વડાપ્રધાન મોદી ઝાયડસની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ-2ના પરિણામોની ચર્ચા કરી હતી. ઝાયડસની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરુ થયું હતું અને જે નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું. મળતી વિગતો મુજબ વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ-3ની શરૂઆત અંગે પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાની પણ વાત કરી હતી.

ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીનું ટ્વિટ
ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું 'ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે.'

 

 

adv

Related News

post
post
post
post
post
post
post