• Home
  • News
  • અત્યાર સુધી 4778 કેસઃ 8 દિવસમાં પહેલી વખત એવું બન્યું જ્યારે સંક્રમિતોની સંખ્યા ઘટી, એક દિવસમાં 488 નવા કેસ સામે આવ્યા
post

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની સ્થિતિ સ્ટેજ-4 અને સ્ટેજ-3 વચ્ચે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 12:07:13

નવી દિલ્હી. કોરોના વાઈરસનું સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે પહોંચી ગયો છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાત કહી છે. જો કે, છેલ્લા 8 દિવસમાં ગઈ કાલે પહેલી વખત એવું બન્યું છે જ્યારે સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. દિવસભરમાં 488 નવા કેસ સામે આવ્યા હતા. 28 માર્ચે સંક્રમિતોની સંખ્યામાં 141નો વધારો થયો હતો. આગામી દિવસોમાં આમા ઘટાડો થયો અને 115 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રોજ સંક્રમિતોની સંખ્યા વધતી ગઈ. અત્યાર સુધી 4778 કેસ સામે આવી ચુક્યા છે. સંક્રમણ 27 રાજ્ય અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઈ ચુક્યું છે. 135 લોકોના મોત થઈ ચુક્યા છે. દેશમાં કુલ કોરોના સંક્રમણના 4281 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 3851 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. 318 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 11 લોકોના મોત થયા છે.

 

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધારે લથડી છે. અહીંયા એક જ દિવસમાં 120 નવા કેસ સામે આવ્યાની સાથે જ કુલ કેસ 868 સુધી પહોંચી ગયા છે. 621 કેસ સાથે તમિલનાડું બીજા નંબરે છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ 525 કેસ મળી ચુક્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post