• Home
  • News
  • SVPમાં કોર્પોરેટરોને હવે ટ્વિન શેરિંગમાં કૅશલેસ સુવિધા મળશે
post

જનરલ વોર્ડમાં કૅશલેસનો નિયમ સ્ટેન્ડિંગમાં સુધારાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:26:34

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે એસવીપી હોસ્પિટલમાં કોર્પોરેટરને પટાવાળા અને સ્વિપરને સમકક્ષ સુવિધા આપવાના એજન્ડામાં સુધારો કરી કોર્પોરેટરને અધિકારીને સમકક્ષ ટ્વિન શેરિંગમાં કેશલેસ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સુધારાને સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર કરવામાં આવ્યો છે.


સ્ટેન્ડિંગ કમિટિએ એસવીપી હોસ્પિટલમાં અધિકારીઓ, કર્મચારીઓ અને વર્તમાન કોર્પોરેટરને કેશલેસ સુવિધા આપવા માટેના ઠરાવને મંજૂરી આપી છે. પરિપત્ર અનુસાર અગાઉ ચોથા વર્ગના કર્મચારીને જનરલ વોર્ડમાં સારવારનો અધિકાર તેમજ કોર્પોરેટરને પણ ચોથા વર્ગના કર્મચારીઓ સમાન જનરલ વોર્ડમાં કેશલેસ સારવારનો અધિકાર આપવામાં આવ્યો હતો. બાબતે વિવાદ ઊભો થયા બાદ મ્યુનિ. કોર્પોરેટરને હવે અધિકારીઓને સમાન ટ્વિન શેરિંગમાં કેશલેસની સવલત આપી છે. તે સિવાયના ઉપરની કક્ષાના રૂમમાં કોર્પોરેટરોએ સુવિધા માટે બિલના 50 ટકા રકમ ચૂકવવી પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post