• Home
  • News
  • કોર્ટે કેજરીવાલ સરકારને પૂછ્યું હતું- મોટાઓને વર્ક ફ્રોમ હોમ અને ભૂલકાંઓએ સ્કૂલે કેમ જવું પડે છે?, ઠપકા બાદ દિલ્હીમાં કાલથી સ્કૂલો બંધ
post

સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે યુવાઓના પ્રદર્શનને લઈને પણ સરકારની ઝાટકણી કાઢી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 14:50:37

પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હીમાં કેજરીવાલ સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. રાજધાનીમાં શુક્રવારથી દરેક સ્કૂલ બંધ કરવાની જાહેરાત કરી છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે પ્રદૂષણથી વણસતી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ ક્યારથી ખોલશે તે મુદ્દે હાલ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

આ અગાઉ ગુરુવારે જ કોર્ટે કેન્દ્રને દિલ્હી અને પડોશી રાજ્યોની સરકારને ફટકાર લગાવતા 24 કલાકનો સમય આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને કહ્યું કે જો પ્રદૂષણ ઓછુ કરવા માટે 24 કલાકમાં યોગ્ય નિર્ણય ન લીધા તો સુપ્રીમ કોર્ટ ટાસ્કનું ગઠન કરશે. ચીફ જસ્ટિસ NV રમણાએ કાર્યવાહી દરમિયાન કેન્દ્રને પૂછ્યું કે દિલ્હીમાં આખરે પ્રદૂષણ ઘટી કેમ નથી રહ્યું?

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની પ્રદૂષણ મુદ્દે ઝાટકણી કાઢી હતી
દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમકોર્ટે ફરી એકવાર કડક વલણ દાખવ્યું હતું. કોર્ટે ગુરુવારે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછ્યું- જ્યારે રાજધાનીમાં પ્રદૂષણ આટલી હદે વધી ગયું છે, તો સ્કૂલો કેમ ખુલ્લી છે? સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર મોટા ઓફિસરો માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા લાગુ કરી શકે છે તો બાળકોને જબરદસ્તી કેમ સ્કૂલ જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.

સુપ્રીમકોર્ટે વધુમાં કહ્યું હતું, અમને લાગે છે કે વાયુ-પ્રદૂષણ મુદ્દે કશું થતું નથી, ઉપરથી એનો સ્તર વધુ ખરાબ થઈ રહ્યો છે.

દિલ્હી સરકાર તરફેણના વકીલ એએમ સિંઘવીને મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે આને આક્રમક રીતે જોઈ રહ્યા છીએ અને તમે અમને જણાવ્યું હતું કે સ્કૂલો બંધ છે, પરંતુ એવું નથી. 3થી 4 વર્ષનાં બાળકોને સ્કૂલમાં મોકલવામાં આવે છે. તમે જો આદેશની રાહ જોઈ રહ્યા હોવ તો અમે કોઈને નિયુક્ત કરી શકીએ છીએ. જસ્ટિસ રમન્નાએ પણ કહ્યું કે કોઈપણ વસ્તુનું પાલન નથી થતું.

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ
દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં આજે પણ સુધારો થયો નથી. ગુરુવારે પણ દિલ્હીની હવા 'ખૂબ જ ખરાબ' કેટેગરીમાં છે. લોધી રોડ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 339 નોંધાયું છે. લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુવાનોના પ્રદર્શન મુદ્દે પણ સરકારને પ્રશ્નો
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે યુવાઓના પ્રદર્શનને લઈને પણ સરકારની ઝાટકણી કાઢી હતી. દિલ્હી સરકાર તરફથી કેટલાક યુવાઓને રસ્તાની સાઈડમાં કારનું એન્જિન બંધ કરવાનો સંદેશ આપ્યો હતો. એ પોસ્ટર્સ પર અરવિંદ કેજરીવાલનો ફોટો પણ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post