• Home
  • News
  • Covid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ
post

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-10 11:08:11

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં કોરોનાથી 6148 લોકોના મોત થયા છે. જ્યારે 94,052 નવા કેસ નોંધાયા છે. 

મોતની સંખ્યાએ તોડ્યા તમામ રેકોર્ડ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 94,052 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ છે. એક દિવસમાં 1,51,367 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 2,76,55,493 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ 11,67,952 દર્દીઓ સારવાર હેઠળ છે. મોતના આંકડાએ ચોંકાવી દીધા છે. એક જ દિવસમાં કોરોનાથી 6148 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,59,676 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 23,90,58,360 લોકોનું રસીકરણ કરાયું છે. 

એક દિવસમાં 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે બુધવારે દેશભરમાંથી 20,04,690 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 37,21,98,253 સેમ્પલનું પરીક્ષણ થયું છે. 

બિહારમાં મોતના આંકડામાં અચાનક વધારો
બિહાર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પડેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડામાં 3951નો વધારો થયો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કોરોનાથી 5458 મોતની જાણકારી આપી હતી જે હવે 9429 પર પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે રાજ્ય સરકાર પાસે જિલ્લાઓમાંથી આવી રહેલા રિપોર્ટમાં ગડબડી સામે આવી અને મોતના જૂના કેસને જોડ્યા બાદ બિહારમાં મૃતકોની સંખ્યા લગભગ 4 હજાર જેટલી વધી ગઈ. બિહારના સ્વાસ્થ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે સ્વીકાર્યું કે કોરોનાથી થતા મોતનો સાચો આંકડો સામે આવ્યો નહતો. આ સાથે જ તેમણે કહ્યું કે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

19મી મેના રોજ થયા હતા કોરોનાથી સૌથી વધુ મોત
ભારતમાં કોવિડ19થી સૌથી વધુ મોત 19મી મેના રોજ નોંધાાયા હતા. એક દિવસમાં 4329 લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યા હતા. જે મહામારીની શરૂઆતથી લઈને સૌથી વધુ સંખ્યા હતી. તે પહેલા 12મી મેના રોજ 4205 દર્દીઓના મોત નોંધાયા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post