• Home
  • News
  • કોવિડનું કમઠીણ:મોંઘવારીમાં વધારો, રિટેલ ફુગાવો માર્ચમાં વધી 5.52 ટકા નોંધાયો
post

ગતવર્ષે માર્ચમાં કોવિડના કારણે લાગૂ પ્રતિબંધોથી ઔદ્યોગિક ગતવિધિઓ થંભી ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 12:14:50

ખાદ્ય ચીજોના ભાવમાં વધારાના પગલે માર્ચમાં રિટેલ ફુગાવો વધી 5.52 ટકા થયો છે. નેશનલ સ્ટેટસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્રારા જારી આંકડાઓ અનુસાર, માર્ચમાં ખાદ્ય ચીજોના ભાવમાં ફુગાવો વધી 4.94 ટકા થયો છે. જે ફેબ્રુઆરીમાં 3.87 ટકા હતો. ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો 5.03 ટકા નોંધાયો હતો. ઈંધણ અને વીજ વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. આ કેટેગરીમાં ફુગાવો 4.50 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં 3.53 ટકા હતો.

આરબીઆઈએ હાલમાં જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં રિટેલ ફુગાવો 5 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. તેમજ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં રિટેલ ફુગાવો 5.2 ટકા રહેવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

2020માં સતત છ મહિના (જૂન-નવેમ્બર)માં રિટેલ ફુગાવો 6 ટકાથી ઉચ્ચ સપાટીએ નોંધાયો હતો. બાદમાં શાકભાજી અને અનાજના ભાવોમાં ઘટાડો નોંધાતાં ડિસેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ઘટ્યો હતો. જે જાન્યુઆરીમાં સુધરી 4.1 ટકા નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં બેઝ ઈફેક્ટના લીધે વધી 5 ટકા રહ્યો હતો.

ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં 4 ટકા ઘટ્યા
દેશના આઠ ટોચના સેક્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં 3.6 ટકા ઘટ્યા છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી) અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનો ફેબ્રુઆરી, 2021માં 3.7 ટકા ઘટ્યા છે. માઈનિંગ આઉટપુટ 5.5 ટકા ઘટ્યા છે. જ્યારે વીજ ઉત્પાદનમાં નજીવી 0.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ગતવર્ષે ફેબ્રુઆરીમાં આઈઆઈપી 5.2 ટકા વધ્યો હતો.

2020-21માં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન આઈઆઈપી ગ્રોથમાં 11.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે અગાઉના વર્ષ 2019-20ની સરખામણીએ 1 ટકા વધ્યો છે. ગતવર્ષે માર્ચમાં કોવિડના કારણે લાગૂ પ્રતિબંધોથી ઔદ્યોગિક ગતવિધિઓ થંભી ગઈ હતી. માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનો 18.7 ટકા ઘટ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post