• Home
  • News
  • સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધોમાં તિરાડ:પાકિસ્તાની મીડિયામાં બંનેના જુદા થવાની ચર્ચા; મલિક અન્ય કોઈ યુવતીને ડેટ કરી રહ્યો છે
post

બંનેની પહેલી મુલાકાત વર્ષ 2004-2005માં ભારતમાં થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 20:10:00

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં તિરાડ હોવાની ચર્ચા છે. પાકિસ્તાનના અહેવાલો આ હિસાબે બંને એકબીજાથી છૂટાછેડા લેવાનાં છે. આ અટકળોને સાનિયાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વેગ મળ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે Where do broken hearts go. To find Allah ! એટલે કે તૂટેલું દિલ ક્યાં જાય છે, ખુદાને શોધવા માટે.

બંનેએ અત્યારસુધી આ મામલે મૌન સેવ્યું છે
સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. બંનેએ અત્યારસુધી આ મામલે મૌન સેવ્યું છે. ડેઈલી પાકિસ્તાન ન્યૂઝ વેબસાઈટ અનુસાર, શોએબ અન્ય કોઈ યુવતીને ડેટ કરી રહ્યો છે. હાલ બંને અલગ અલગ ઘરમાં રહે છે.

શુક્રવારે, ટેનિસ ખેલાડીએ પુત્ર ઇઝાન સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, 'એ ક્ષણો જે મને સૌથી મુશ્કેલ દિવસોમાં લઈ જાય છે. સતત આવી રહેલી આવી પોસ્ટથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે.

લગ્ન દરમિયાન બંનેની દેશભક્તિ સામે સવાલો ઊભા થયા હતા
સાનિયા-શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યાં હતાં. લગ્નનાં 10 વર્ષ પછી તેમના પુત્ર ઇઝાનનો જન્મ થયો. સાનિયા અને શોએબ મલિકની લવસ્ટોરી એવી કહાનીઓમાંની એક છે, જેણે બંને દેશોમાં હલચલ મચાવી દીધી હતી. લગ્ન સમયે સાનિયાની દેશભક્તિ સામે પણ સવાલો ઊભા થવા લાગ્યા હતા. શોએબ-સાનિયાએ આટલા મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યાં પછી માત્ર લગ્ન જ નહીં, પરંતુ અત્યારસુધીનો તેમના સંબંધને પણ જાળવી રાખ્યો હતો.

બંનેની પહેલી મુલાકાત વર્ષ 2004-2005માં ભારતમાં થઈ હતી. જોકે આ મીટિંગમાં બંનેએ વધારે વાત કરી ન હતી. થોડાં વર્ષો પછી 2009-2010માં બંને ઓસ્ટ્રેલિયન શહેર હોબાર્ટમાં એકબીજાને મળ્યાં. સાનિયા ટેનિસ રમવા ગઈ હતી અને શોએબ તેની ટીમ સાથે ક્રિકેટ રમવા ગયો હતો. આ સમયે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. અહીં બંને વચ્ચે મિત્રતા થઈ પછી મુલાકાતોનો સિલસિલો શરૂ થયો હતો.

ભારતના હૈદરાબાદમાં લગ્નની વિધિ પછી લાહોરમાં રિસેપ્શન
લગભગ 5 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 12 એપ્રિલ 2010ના રોજ બંનેનાં લગ્ન થયાં. લગ્નની તમામ વિધિ હૈદરાબાદમાં થઈ હતી. આ પછી લાહોરમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાનિયાએ પોતાની આત્મકથા 'Ace Against Odds'માં લખ્યું છે કે શોએબ તેના જીવનમાં એવા સમયે આવ્યો હતો, જ્યારે તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post