• Home
  • News
  • તામિલનાડુના મંદિરમાં ક્રેન પડી, 4નાં મોત:ક્રેનમાં લટકીને મૂર્તિઓને માળા પહેરાવતા હતા, ક્રેનના ઉપયોગની મંજૂરી નહોતી
post

અરક્કોણમના મંડિયામ્મન મંદિરમાં માયિલેરુ ઉત્સવ ચાલી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 19:30:28

તામિલનાડુના અરક્કોણમમાં મંડિયામ્મન મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેન પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રેનના સંચાલકોને ઝડપી લેવામાં આવ્યા છે. ઉત્સવમાં ક્રેનનો ઉપયોગ કરવાની મંજૂરી નહોતી.

ઘટના રવિવાર સાંજની છે. અરક્કોણમના મંડિયામ્મન મંદિરમાં માયિલેરુ ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્રણ લોકો ક્રેનમાં લટકીને ભગવાનની મૂર્તિઓને માળા પહેરાવી રહ્યા હતા. ત્યાર બાદ ક્રેનનો કંટ્રોલ ખરાબ થઈ ગયો અને ક્રેન પડી ગઈ.

કંટ્રોલ ગુમાવવાને કારણે ક્રેન પડી
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઘણા લોકો ક્રેન પર લટકી રહ્યા છે. તેના હાથમાં માળા છે, તે મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કંટ્રોલ ગુમાવતાં ક્રેન નીચે પડી હતી. અકસ્માત બાદ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકોએ ક્રેન નીચે દબાયેલા શ્રદ્ધાળુઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post