• Home
  • News
  • ધોનીની કારકિર્દી વિશે ગાંગુલી સિલેક્ટરો સાથે 24 ઑક્ટોબરે ચર્ચા કરશે
post

બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યુ કે, મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય વિશે સિલેક્ટરો સાથે વાત કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 11:43:00

કોલકાતા : બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યુ કે, મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય વિશે સિલેક્ટરો સાથે વાત કરશે. 24 ઑક્ટોબરે સિલેક્ટરો સાથે બેઠક થશે અને તેમનો મત જાણ્યા બાદ તેઓ પોતાન મત રજૂ કરશે. ગાંગુલીના અધ્યક્ષ બન્યાની અધિકૃત જાહેરાત 23 ઑક્ટોબરે કરવામાં આવશે. તેના એક દિવસ બાદ બાંગ્લાદેશ સાથે ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.

સૌરવ ગાંગુલઅી કોલકાતમાં બંગાળ ક્રિકેટ એસોસિએશન (Bengal Cricket Association)ની ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, 24 તારીખે જ્યારે હું સિલેક્ટરોને મળીશ તો આ વિશે વાત કરીશ. હું જાણવા માંગું છું કે સિલેક્ટરો શું વિચારી રહ્યા છે. ત્યારબાદ હું પોતાનો મત રજૂ કરીશ.

ધોનીના સંન્યાસ સાથે જોડાયેલા સવાલ પર ગાંગુલીએ કહ્યુ કે, તેઓ ધોની સાથે પણ વાત કરવા માંગશે. તેઓએ કહ્યુ કે, અમારે જોવાનું રહેશે કે ધોની શું ઈચ્છે છે. હું તેને પૂછવા માંગીશ કે તે શું ઈચ્છે છે અને શું નહીં. બાંગ્લાદેશની વિરુદ્ધ સીરીઝ માટે પહેલા ભારતીય ટીમની પસંદગી 21 ઑક્ટોબરે થવાની હતી. નોંધનીય છે કે, બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે અને અહીં 3 ટી-20 તથા બે ટેસ્ટ મેચ રમશે. આ સીરીઝ 3 નવેમ્બરથી શરૂ થશે.

adv

Related News

post
post
post
post
post
post
post