• Home
  • News
  • લમ્પીને લઇ ક્રિકેટર જાડેજા ગાયોની વહારે:ગુરુએ બતાવેલો ઉપચાર કરવા કહ્યું,'હળદર, સાકર, ઘી, કાળીમરીનો ભુક્કો કરી લાડુ બનાવી ખવડાવો'
post

આ આયુર્વેદિક દવાઓના ઉપયોગથી ગૌવંશની રક્ષા કરી શકાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:24:30

વર્તમાન સમયમાં પશુઓમાં હાલ જે રીતે લમ્પી વાયરસ ફેલાયો છે ત્યારે આ વાયરસને કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રોગ સામે પશુઓને રક્ષણ આપવા તેમજ આ રોગની સામે પશુઓને કઈ રીતે સારવાર આપવી તે માટે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ પાસે આવેલ ગાયત્રી આશ્રમ ગધેથડના સંત લાલ બાપુએ પ્રાકૃતિક ઉપચાર આપ્યા છે. આ અંગે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ પશુપાલકોને આહવાહન કર્યું હતું કે, આ આયુર્વેદિક દવાઓના ઉપયોગથી ગૌવંશની રક્ષા કરી શકાશે.

લાલ બાપુએ આ ઉપચાર સૂચવ્યો
લાલ બાપુએ ઉપચાર અંગે જણાવ્યું હતું કે, જેમાં 20 ગાય માટે એક કિલો હળદર એક કિલો ઘી 500 ગ્રામ સાકરનો ભૂકો 500 ગ્રામ કાળી મરીનો પાવડર આ મિક્સ કરી લાડુ બનાવી સવાર સાંજ ત્રણ દિવસ આપવાના અને વધારે તકલીફ હોય તો પાંચ દિવસ આપવાના અને ગૌ માતાના શરીર ઉપર ફટકડી અને કપુરવાળુ પાણી છાંટવામાં આવે તો આ રોગમાં ગૌમાતાને ઘણી રાહત થશે અને રોગમુકત થશે. આ ઉપચાર દિવસમાં બે વખત કરવા ત્રણ દિવસ માટે કરવાથી ગૌ માતા સ્વસ્થ થઈ જશે. આ પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવાથી વર્તમાન સમયમાં ઘણા પશુઓમાં ફાયદો પણ જોવા મળ્યો છે તેવું પણ લાલ બાપુએ જણાવ્યું છે અને સાથે તેમના દ્વારા પશુઓની સાર સંભાળ કઈ રીતે કરવી તેમની પણ ખાસ માહિતીઓ આપવામાં આવી છે.

આયુર્વેદિક ઉપચાર થકી શરીરમાં ઇમ્યુનીટી વધે છે: પશુપાલન અધિકારી
આ ઉપચાર અંગે રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન અધિકારી ડો.કે.યુ.ખાનપરાએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક ઉપચાર થકી શરીરમાં ઇમ્યુનીટી વધે છે. હાલ અમારા દ્વારા પણ જિલ્લાભરના પશુઓનું વેક્સિનેશન કરવામાં આવે છે. ખાસ તો આ વાયરસથી બચાવવા માટે પાળતા પશુઓને જ્યાં ત્યાં રસ્તાઓ પણ ખુલ્લા ના મુકવા જોઈએ કે જેનાથી આ વાયરસનો ભોગ તેમનું પશુ પણ બને તેવું પણ જણાવ્યું છે.

24 લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યુ
ઉપલેટા પાસે ગઘેથડ ખાતે ભવ્ય દિવ્ય ગાયત્રી આશ્રમનું નિર્માણ કરાવીને પૂર્ણ સાદગીથી 50 વર્ષથી ગાયત્રી મંત્રની સાધનામાં ઓતપ્રોત લાલબાપુએ ગૌ માતાના સ્વાસ્થ્ય માટે 24 લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યુ છે. તાજેતરમાં ગૌ માતામાં લમ્પી વાયરસનો રોગ ફેલાયો છે. ગૌ વંશના મૃત્યુ થઈ રહ્યા છે.ગાય સનાતન પરંપરાનો દિવ્ય જીવ છે.તેમા 33 કરોડ દેવાતાઓનો વાસ હોવાનું શાસ્ત્રમાં નોંધ છે. ગાયને સ્વસ્થ્ય, સમૃદ્ધિ અને સાધના માટે શ્રેષ્ઠત્તમ માનવામાં આવે છે. લાલબાપૂ કહે છે કે,ગૌવંશને બચાવવો અને પ્રથમ ફરજ છે. આ માટે વિશેષ પ્રકારના લાડુ સૂચવ્યા છે તે અકસીર છે આ સાથે દૈવીકૃપા મેળવવા મંત્રજાપ પણ જરૂરી છે.પૂ.લાલબાપુએ ગૌ વંશનો રક્ષા માટે 24 લાખ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન શરૂ કરી દીધુ છે.

adv

Related News

post
post
post
post
post
post
post