• Home
  • News
  • વિરાટ કોહલીની IPL ટીમમાં રમેલા બે ખેલાડીની સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ
post

કર્ણાટક પ્રીમિયર લીગમાં સ્પૉટ ફિક્સિંગ અંગે દિવસેને દિવસે નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-07 15:09:47

નવી દિલ્હી : કર્ણાટક પ્રીમિયર લીગમાં સ્પૉટ ફિક્સિંગ અંગે દિવસેને દિવસે નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી બેંગલુરુ ક્રાઇમ બ્રાંચે ટીમના માલિક, કોચ અને એક બેટ્સમેનની ધરપકડ કરી છે. હવે સ્પૉટ ફિક્સિગમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ફિક્સિંગ બદલ વધુ બે ક્રિકેટરોની ધરપકડ કરી છે. આ બંને ક્રિકેટરો આઈપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો હિસ્સો રહી ચુક્યા છે.

કર્ણાટક પ્રીમિયર લીગમાં મેંચ ફિક્સિંગમાં એક પછી એક ધરપકડ થઈ રહી છે. 33 વર્ષીય સી.એમ. ગૌતમ અને અબરાર કાઝીની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો હિસ્સો રહી ચુક્યો છે. તેના પર કેપીએલની આ સિઝનમાં ઍવોર્ડ વિનિંગ મુકાબલામાં ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે. કેપીએલ 2019માં ફાઇનલમાં હુલબી અને બેલ્લારી ટીમની વચ્ચે સ્પૉટ ફિક્સિંગ થયું હતું. આ પહેલા આ લીગમાં ફિક્સિંગને લઈને ભારતીય ક્રિકેટર નિશાંતસિંહ શેખાવતની પણ પોલીસે ધરપકડ કરી છે.

કર્ણાટક પ્રીમિયર લીગમાં અનેક ટીમ તરફથી રમનારા શેખાવત પર આરોપ લાગ્યો છે કે તે બુકીઓને ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સુધી પહોંચાડતો હતો. શેખાવત શિવામોગા મેંગલોર અને હુબલી ટાઇગર્સ તરફથી રમી ચુક્યો છે. 2016માં નિશાંત શેખાવત કરુણ નાયરના નેતૃત્વવાળી મેંગલોર ટીમનો ભાગ હતો. બેંગલુરુ બ્લાસ્ટર્સ ટીમના બોલિંગ કોચ વીનૂ અને બેટ્સમેન વિશ્વનાથની પોલીસે ધરપકડ કર્યા બાદથી એક પછી એક નામોનો ખુલાસો થઈ રહ્યો છે. આ બંનેની ધરપકડ બાદ શેખાવત પોલીસના રડારમાં આવી ગયો હતો.જ્યારે ગૌતમ અને કાઝી પર ધીમી બેટિંગ કરવા માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. જ્યારે વિશ્વનાથ પર ધીમી બેટિંગ માટે પાંચ લાખ રૂપિયા લેવાનો આરોપ છે. વિશ્વનાથને એક મેચમાં 20 બોલમાં 10થી ઓછા રન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેચમાં તેણે 17 બોલ પર 9 રન બનાવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post