• Home
  • News
  • પોણા છ ફૂટનો મગર માછીમારીની નેટમાં ફસાયો, 25 મિનિટમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું
post

આ મગરને દોરડાના ગાળિયાની મદદથી સહી સલામત પાંજરે પુરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 10:39:56

પેટલાદ: નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર પર આજે પેટલાદ તાલુકાના બોરીયાગામથી ફોનકોલ આવ્યો કે આશરે પોણા છ ફૂટનો મગર ગામના તળાવમાં માછીમારીની નેટમાં ફસાયો છે. સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવતા સંસ્થાના સ્વયંસેવક મિત્રો રેસ્ક્યુ વાન લઈને ગણતરીની મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પહોંચ્યા બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મગર છેલ્લા 3 કલાકથી નેટમાં આવી ગયો હતો. સરપંચ દ્વારા મગરને પકડી અને અન્ય સ્થળે સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવા વિનંતિ કરવામાં આવતા સંસ્થાના સ્વયંસેવક મિત્રોએ સમય ન બગાડતા મગરને પકડવાની તૈયારી કરી અને લગભગ 25 મિનિટમાં ઓપરેશન પૂર્ણ થયું હતું.

આ મગરને દોરડાના ગાળિયાની મદદથી સહી સલામત પાંજરે પુરવામાં આવ્યો હતો. આ મગર 5 ફૂટ 10 ઇંચનો હતો. અંદાજિત 40 કિલો વજન હતું. સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશનમાં રાહુલ સોલંકી, અતુલ પરમાર, પ્રેમ કેસરિયા તથા સત્યમ ફાઉન્ડેશનમાંથી શૈલેષ માછી અને તેમની ટીમ વનવિભાગમાંથી દક્ષેશભાઈ તથા વસાવા સાહેબની મુખ્ય કામગીરી હતી. આ મગર માર્શ પ્રજાતિનો હોવાથી એનો મુખ્ય ખોરાક માછલી તળાવ કિનારાના પક્ષીઓ તથા ક્યારેક બિલાડી કે કૂતરાને ખોરાક તરીકે પસંદ કરતો હોય છે મગર તળાવનો સફાઈ કર્મી છે. આણંદ જિલ્લામાં મગર દ્વારા માનવ પર હુમલો કરવાના બનાવ બનતા નથી. આપણે જો મગરથી સુરક્ષિત અંતર બનાવી રાખીએ તો ક્યારેય તકલીફ થતી નથી. આણંદ જિલ્લામાં ઘણા બધા ગામ મગર મિત્ર ગામ તરીકે ઓળખાય છે મગરથી બચીએ મગરને બચાવીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post