• Home
  • News
  • ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસ:SITએ કહ્યું, આર્યનને જાણીજોઈને ફસાવાયો હતો, ગેરકાયદે રીતે તેની વ્હોટ્સએપ ચેટ વાંચવામાં આવી
post

ખોટી રીતે ફસાવવાનું કામ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએઃ ગૃહમંત્રી પાટીલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-28 17:07:42

મુંબઈ: અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નિર્દોષ સાબિત થયો છે. તેના વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને કોઈ પુરાવા નથી મળ્યા અને ન તો કોઈ સાક્ષીએ તેને ડ્રગ્સનો સપ્લાય કર્યો હોવાની વાત સ્વીકારી છે. આર્યનને ક્લીન ચિટ મળ્યા પછી હવે એ સવાલો ઊઠી રહ્યા છે કે શું NCBએ જાણીજોઈ આર્યનને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દાવો ખુદ NCBના એક ઈન્ટર્નલ રિપોર્ટમાં પણ કરવામાં આવ્યો છે.

ક્રૂઝ કેસમાં લાંચનો વિવાદ ઊભો થયા બાદ કેસની તપાસ NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવી હતી. SITએ પોતાના એક ઈન્ટર્નલ રિપોર્ટમાં કેસના ઈન્વેસ્ટિગેશન ઓફિસર પર નિશાન સાધ્યું છે. રિપોર્ટના અનુસાર, SITએ કહ્યું હતું કે 'એવું લાગે છે કે તપાસ અધિકારીઓ કોઈપણ રીતે અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યનને ડ્રગ્સ કેસમાં ફસાવવા માગતા હતા.' આગળ વાંચતાં પહેલાં એક પોલમાં તમારો અભિપ્રાય આપો...

જપ્ત કર્યા વગર ફોનમાં વ્હોટ્સએપ ચેટ વાંચી
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ ખરેખર અજીબ છે કે અરબાઝ મર્ચન્ટના કહેવા છતાં કે ડ્રગ્સ સાથે આર્યનને કોઈ લેવાદેવા નથી, ઈન્વેસ્ટિગેશન ઓફિસરે આર્યનના ફોનને સત્તાવાર રીતે જપ્ત કર્યા વગર તેની વ્હોટ્સએપ ચેટ વાંચી. અરબાઝ મર્ચન્ટ આર્યનનો મિત્ર છે, જેની પાસેથી NCBએ કથિત રીતે છ ગ્રામ ચરસ જપ્ત કર્યું હતું.

કોર્ટ પણ ઈન્વેસ્ટિગેશન ઓફિસર પર સવાલ ઉઠાવી શકે છે
SIT
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે NCBએ જે રીતે કામ કર્યું એમાં ઘણી ખામીઓ હતી. ટ્રાયલ દરમિયાન કોર્ટમાં તપાસ અધિકારીઓના ઈરાદા પર સવાલ ઊઠી શકે છે. સામાન્ય રીતે કોર્ટ તે લોકોની સાથે ઘણી નમ્ર હોય છે, જેમણી પાસેથી ડ્રગ્સ નથી મળ્યું અને જેમના વિરુદ્ધ કોઈ પુરાવા નથી. NCBની કામ કરવાની રીત કેસને નબળો પાડી શકે છે.

 

આર્યને ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવાની ના પાડી હતી
SIT
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે મર્ચન્ટે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે આર્યનને ખબર હતી તે (મર્ચન્ટ) ક્યારેક ક્યારેક ડ્રગ્સ લે છે. મર્ચન્ટે એવું પણ કહ્યું હતું કે આર્યને તેને ક્રૂઝ પર ડ્રગ્સ નહીં લાવવા માટે કહ્યું હતું. આર્યને કહ્યું હતું કે NCB સક્રિય છે અને તે (મર્ચન્ટ) મુશ્કેલીમાં પડી શકે છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં મર્ચન્ટે તેના જૂતામાં ચરસ રાખવાનું સ્વીકાર્યું હતું, પરંતુ તે આર્યન અને અન્ય લોકો માટે હતું એનો ઇનકાર કર્યો હતો.

મુંબઈ પોલીસે પણ ક્રૂઝ કેસની તપાસ બંધ કરી
NCB
ની ક્લીન ચિટ પછી હવે મુંબઈ પોલીસે પણ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ બંધ કરી દીધી છે. મુંબઈ પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી હતી. જોકે તેમની તરફથી કોઈની ધરપકડ નથી કરવામાં આવી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેમની તરફથી કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો અને આ કેસમાં હજુ સુધી પુરાવા મળ્યા નથી.

2 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી
2 ઓક્ટોબરની રાત્રે NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપમાં રેવ પાર્ટી પર દરોડા પાડ્યા પછી ડ્રગ્સ લેવા અને ખરીદવા-સપ્લાય કરવાના આરોપમાં આર્યન ખાનની સાથે મુનમુન ધમેચા, અરબાઝ મર્ચન્ટ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન અને તેના સાથીઓને 28 ઓક્ટોબરના રોજ જામીન મળ્યા હતા. જામીન આપતા સમયે કોર્ટે કહ્યું હતું કે આર્યન ખાનને દર અઠવાડિયે NCB ઓફિસમાં હાજરી આપવા માટે આવવું પડશે.

ખોટી રીતે ફસાવવાનું કામ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએઃ ગૃહમંત્રી પાટીલ
ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે કહ્યું હતું કે ચાર્જશીટમાં આર્યનને ક્લીન ચિટ મળી છે, જે સાબિત કરે છે કે આ કેસમાં કોઈ સત્ય નથી. મને લાગે છે કે કેન્દ્રએ પણ તેના પર ધ્યાન આપવું જોઈએ અને સંબંધિતો સામે પગલાં લેવા જોઈએ. ખોટી રીતે નિર્દોષ વ્યક્તિને ફસાવવાનું કામ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post