• Home
  • News
  • CWG 2022: સાત્વિક-ચિરાગની જોડીએ બેડમિન્ટન પુરૂષ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો
post

સાત્વિક અને ચિરાગની ભારતીય જોડીએ ફાઈનલમાં ઈંગ્લેન્ડના લેન બેન અને સીન વેન્ડીની જોડી સામે 21-15, 21-13થી જીત નોંધાવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 19:08:17

નવી દિલ્હી: બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 11મો દિવસ છે. બેડમિન્ટનમાં પુરૂષ ડબલ્સની ફાઈનલમાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સાત્વિક અને ચિરાગની ભારતીય જોડીએ ફાઈનલમાં ઈંગ્લેન્ડના લેન બેન અને સીન વેન્ડીની જોડી સામે 21-15, 21-13થી જીત નોંધાવી હતી. આ સાથે સાત્વિક અને ચિરાગ કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષ ડબલ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી પણ બન્યા છે.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવ્યા બાદ હવે સાત્વિક-ચિરાગની જોડીએ ઈતિહાસ રચ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post