• Home
  • News
  • ફેંગલ વાવાઝોડું કોહરામ મચાવવા તૈયાર, ભરશિયાળે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળની વધી મુશ્કેલી
post

તમિલનાડુ અને પુડુચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-11-29 12:42:23

તમિલનાડુ: ફેંગલ વાવાઝોડાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનાં અણસાર છે. જયારે તમિલનાડુ અને પુડુચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. પુડુચેરીના ગૃહમંત્રી એ. નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.

30મી નવેમ્બરની આસપાસ ટકરાશે: 

ફેંગલ વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. તે આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. જેથી 30મી નવેમ્બરની સવારની આસપાસ, તે તીવ્ર દબાણ વિસ્તાર તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયગાળા દરમિયાન, 50-60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 અને 30 નવેમ્બરે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 29 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. 

2 દિવસમાં અતિ ભારે વરસાદ કોહરામ મચાવશે: 

કેરળ દક્ષિણ કર્ણાટક તેમજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. ઈસરો 23 નવેમ્બરથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોની મદદ માટે નેવી, એચએડીઆર અને એસએઆર ટીમો તૈનાત છે. NDRFએ જણાવ્યું હતું કે તેની ટીમે ટીઆર પટ્ટનમ, કરાઇકલમાં સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે જોખમ મૂલ્યાંકન અને સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ સતત અધિકારીઓના સંપર્કમાં છે અને દરેક પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post