• Home
  • News
  • દશામાની મૂર્તિઓનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે, વ્રત જાગરણમાં રાતે કોઈ બહાર નહીં ફરી શકે
post

પોલીસની શી ટીમ ચાલીઓ અને વિસ્તારમાં ઘરે ઘરે જઈ લોકોને સમજાવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 10:11:06

અમદાવાદ: દશામાના વ્રત આવતીકાલે બુધવારે પુરા થઈ રહ્યા છે ત્યારે સાબરમતી નદી કે અન્ય તળાવમાં મૂર્તિઓ પધરાવી શકાશે નહીં. માતાજીની શોભાયાત્રા કે સરઘસ કાઢી શકશે નહીં. લોકો મૂર્તિનું ઘરે જ કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. સાબરમતી નદીના કિનારે અને રિવરફ્રન્ટ પર મૂર્તિઓ પધરાવવા માટે લોકો ભેગા ન થાય કે ભીડ ન ઉમટે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે. પોલીસની શી ટીમ દ્વારા ચાલીઓ અને વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને લોકોને ઘરે જ માતાજીની મૂર્તિઓ વિસર્જન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

નદીમાં મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ
કોરોનાની મહામારીને લઇ દશામાના વ્રતમાં મૂર્તિઓ પધરાવવા લોકોની ભીડ ભેગી ન થાય તે માટે પોલીસે પૂરતી તકેદારીના પગલાં લીધા છે. નદીમાં મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વ્રતના જાગરણના દિવસે પણ રાતે લોકોએ ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના આપવામાં આવી રહી છે. અનલોક 2માં પણ રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે જેથી લોકોએ રાતે પણ જાગરણમાં ઘરની બહાર નહી નીકળી શકે. રાત્રી કર્ફ્યુનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post