• Home
  • News
  • DCએ KKRને 7 વિકેટથી હરાવ્યું:પૃથ્વી શૉની 18 બોલમાં સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી; ધવને સૌથી વધુ રન બનાવવામાં રૈનાને પાછળ છોડ્યો
post

કોલકાતા ટીમે છેલ્લી 5 મેચમાં ફક્ત 1 વાર દિલ્હીની ટીમને પરાસ્ત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-30 11:14:38

IPL 2021ની 25મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં દિલ્હીએ કોલકાતાને 7 વિકેટથી હરાવ્યું છે. આ સાથે સીઝનની 7 મેચમાંથી 5માં જીત પ્રાપ્ત કરીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગયું છે. કોલકાતાની આ સીઝનમાં 5મી હાર છે. મેચમાં પૃથ્વી શૉએ 18 બોલમાં સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારી હતી. શિખર ધવને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 5508 રન બનાવીને વિરાટ કોહલી પછી બીજા ક્રમાંક પર પહોંચી ગયો છે. 

પૃથ્વી શૉએ પ્રથમ ઓવરમાં 6 ચોક્કા માર્યા હતા

·         કોલકાતાએ 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. દિલ્હીને મેત જીતવા માટે 155 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો હતો. જેના જવાબમાં દિલ્હીએ 3 વિકેટના નુકસાન પર 156 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી.

·         પૃથ્વી શૉએ દિલ્હી ટીમની ઈનિંગની પ્રથમ ઓવરમાં 6 ચોક્કા માર્યા હતા. જેમાં શિવમ માવી બોલિંગ કરી રહ્યો હતો. એણે પ્રથમ ઓવરમાં 1 વાઈડ બોલ અને 6 ચોક્કાને પરિણામે 25 રન આપ્યા હતા.

·         પ્રથમ પાવર પ્લેમાં દિલ્હી કેપિટલ્સે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવ્યા હતા.

·         132 રન પર પેટ કમિન્સે શિખર ધવનને આઉટ કર્યો હતો. ધવને 47 બોલમાં 46 રન બનાવ્યા હતા.

·         પેટ કમિન્સે 16મી ઓવરમાં પૃથ્વી શૉ અને રિષભ પંતની પણ વિકેટ ઝડપી હતી. પૃથ્વી શૉ 82 રન અને રિષભ પંત 16 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

ધવને સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડમાં રૈનાને પાછળ છોડ્યો
ધવન IPLમાં સૌથી વધુ રન બનાવનાર કોહલી પછી બીજા નંબરનો બેટ્સમેન બન્યો હતો. આ રેકોર્ડમાં એણે રૈનાને પાછળ છોડી દીધો છે. CSKના રૈનાએ અત્યાર સુધી 199 મેચમાં 5489 રન બનાવ્યા છે. આ ટેબલમાં 6041 રન સાથે RCBનો કેપ્ટન પ્રથમ ક્રમાંક પર છે.

રસેલની આક્રમક ઈનિંગથી KKRનો સ્કોર 150ને પાર

·         કોલકાતા ટીમની શરૂઆત ઘણી નબળી રહી હતી. ટીમે 25 રન પર નીતીશ રાણાની વિકેટ ગુમાવી હતી. નીતીશ રાણાનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું છે. અક્ષર પટેલના બોલ પર રિષભ પંતે રાણાને સ્ટમ્પ આઉટ કર્યો હતો.

·         69 રન પર કોલકાતાએ રાહુલ ત્રિપાઠીની વિકેટ પણ ગુમાવી હતી. માર્કસ સ્ટોઈનિસે ત્રિપાઠીને પેવેલિયન ભેગો કર્યો હતો. જેમાં એણે 17 બોલમાં 19 રન કર્યા હતા.

·         કોલકાતાની ટીમ વિકેટોના ઝટકાઓથી બહાર આવે એ પહેલા લલિત યાદવે 11મી ઓવરમાં કોલકાતાના કેપ્ટન ઓઈન મોર્ગન અને સુનિલ નરેનને આઉટ કર્યા હતા. બન્ને ખેલાડીઓ શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.

·         KKRનો શુભમન ગિલ પણ 43 રન બનાવીને આવેશ ખાનને શિકાર થયો હતો.

·         બર્થ-ડે બોય રસેલે અંતિમ ઓવરમાં કોલકાતાની ઈનિંગ સંભાળી હતી અને 27 બોલમાં 45 રન કર્યા હતા. જેમાં એણે 4 સિક્સ અને 2 ફોર મારી હતી.

·         કોલકાતા ટીમે છેલ્લી 5 મેચમાં ફક્ત 1 વાર દિલ્હીની ટીમને પરાસ્ત કરી છે. આ સીઝનમાં કોલકાતા 6 મેચમાંથી ફક્ત 2માં જીત પ્રાપ્ત કરી શકી છે. જ્યારે દિલ્હીએ 6માંથી 4 મેચમાં વિજય મેળવ્યો છે.

આન્દ્રે રસેલે T-20માં 6 હજાર રન પૂરા કર્યા
આજે રસેલ 33 વર્ષનો થયો છે. પોતાના જન્મદિવસે રસેલે T-20માં 6 હજાર રન પૂરા કર્યા હતા. તેઓએ આ સિદ્ધિ 301મી મેચમાં સિક્સ મારીને પ્રાપ્ત કરી હતી. વિશ્વમાં સૌથી વધુ T-20 રનનો રેકોર્ડ પણ રસેલના સાથી અને દેશના ક્રિસ ગેઈલના નામ પર છે. ગેઈલે 13 હજાર 839 રન બનાવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post