• Home
  • News
  • DCએ PBKSને 7 વિકેટથી હરાવ્યું:દિલ્હીની ટીમે 8 મેચમાં છઠ્ઠી જીત પ્રાપ્ત કરી, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું; મયંકના 99 રન પર ધવનની ફિફ્ટી ભારે પડી
post

શિખર ધવને IPLમાં 44મી ફિફ્ટી નોંધાવી હતી અને 47 બોલમાં 69* રન બનાવ્યા હતા. એણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-03 10:35:31

IPL 2021 સીઝનનો સેકન્ડ લેગ શરૂ થઈ ગયો છે. સેકન્ડ લેગની પ્રથમ અને સીઝનની 29મી મેચ દિલ્હી અને પંજાબ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે દિલ્હીને જીતવા માટે 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં DC3 વિકેટના નુકસાન પર 167 રન બનાવીને 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. PBKS સીઝનની પાંચમી મેચ હાર્યું છે. દિલ્હીએ 8 મેચમાંથી 6માં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયું છે.

ધવનની મેચ વિનિંગ ઈનિંગ

·         શિખર ધવને 47 બોલમાં 69* રન બનાવ્યા હતા. એણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. દિલ્હીએ રન ચેઝમાં આક્રમક રૂપ ધારણ કર્યું હતું. પૃથ્વી શૉ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 63 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.

·         ત્યારપછી હરપ્રીત બરારે પૃથ્વી શૉને બોલ્ડ કર્યો હતો. શૉએ 22 બોલમાં 39 રન બનાવ્યા હતા.

·         રિલે મેરેડિથે 13મી ઓવરમાં સ્મિથને આઉટ કર્યો હતો. જેમાં એણે 22 બોલમાં 24 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ અને શિખર ધવન વચ્ચે 48 રનની પાર્ટનરશિપ પણ નોંધાઈ હતી.

·         રિષભ પંત 11 બોલમાં 14 રન બનાવીને ક્રિસ જોર્ડનનો શિકાર થયો હતો. પંતે શિખર ધવન સાથે 36 રનની ભાગીદારી નોંધાવી હતી.

·         ત્યારપછી મેચમાં શિમરોન હેટમાયરે આવીને બેક ટુ બેક સિક્સ મારી હતી. હેટમાયરે 4 બોલમાં 16 રન બનાવ્યા હતા. જેમાં એણે 1 ચોગ્ગો અને 2 છગ્ગા માર્યા હતા.

પંજાબના કેપ્ટને મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી

·         પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે અંત સુધી ઈનિંગમાં બેટિંગ કરીને ટીમને એક ફાઈટિંગ ટોટલ બનાવવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મયંક અગ્રવાલે કેપ્ટન તરીકે પ્રથમ ફિફ્ટી મારી હતી. એણે 58 બોલમાં 99 રન બનાવ્યા હતા.

·         પંજાબની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ટીમે 17 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કગિસો રબાડાની ઓવરમાં પ્રભસિમરન સિંહ 16 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

·         35 રન પર પંજાબની ટીમનો ધાકડ બેટ્સમેન ક્રિસ ગેઈલ પણ પેવેલિયન ભેગો થયો હતો, એણે 9 બોલમાં 13 રન બનાવ્યા હતા. પ્રથમ પાવર પ્લેમાં કગિસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી.

·         87 રન પર પંજાબની ત્રીજી વિકેટ પડી હતી. સ્પિનર અક્ષર પટેલે ડેવિડ મલાનને (26 રન) બોલ્ડ કર્યો હતો. મલાને મયંક સાથે 47 બોલમાં 52 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.

·         પંજાબે 14મી ઓવરમાં જ ચોથી વિકેટ ગુમાવી હતી. દીપક હૂડા 1 રન ભાગવાના ચક્કરમાં રનઆઉટ થયો હતો.

·         આવેશ ખાને શાહરૂખ ખાનને પેવેલિયન ભેગો કર્યો હતો. પંજાબે 129 રન પર પાંચમી વિકેટ ગુમાવી હતી. શાહરૂખ 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો.

·         ક્રિસ જોર્ડન પણ 3 બોલમાં 2 રન બનાવીને કગીસો રબાડાનો શિકાર થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post