• Home
  • News
  • મોહન ભાગવતને રાષ્ટ્રપિતા ગણાવનાર ઈમામને જાનથી મારી નાંખવાની ધમકીઓ, Y+ સુરક્ષા અપાશે
post

મોહન ભાગવત મુસ્લિમ સમાજ સાથે સંપર્ક વધારવાના અભિયાનમાં લાગેલા છે અ્ને તેઓ સમયાંતરે આ રીતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરતા રહે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-12 18:52:44

નવી દિલ્હી: અખિલ ભારતીય ઈમામ સંગઠનના પ્રમુખ ડો.ઉમેર અહેમદ ઈલિયાસીને કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.

સરકારને આ નિર્ણય એટલા માટે લેવો પડ્યો છે કે, ડો.ઈલિયાસીને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. ગયા મહિને ડો.ઈલિયાસીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને દિલ્હીમાં એક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા.

તેમના નિવેદન બાદ ઘણા મુસ્લિમ સંગઠનો નારાજ થયા હતા.ડો.ઈલિયાસીનુ કહેવુ છે કે, તાજેતરમાં જ મને ફોન પર ધમકી આપવામાં આવી છે. મારૂ માથુ ધડથી અલગ કરવા માટે ધમકી આપવામાં આવી છે.સોશિયલ મીડિયા પર પણ મને ધમકી આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ડો.ઈલિયાસીએ 22 સપ્ટેમ્બરે મોહન ભાગવત સાથેની મુલાકાત બાદ મીડિયાને કહ્યુ હતુ કે, ડો.ભાગવતનુ મસ્જિદમાં આવવુ સુખદ છે. તેઓ આપણા રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર રૂષિ છે. દેશની એકતા યથાવત રહેવી જોઈએ.આપણા પૂજા કરવાના પ્રકાર અલગ હોઈ શકે છે પણ સૌથી પહેલા આપણે માણસ છે.આપણે ભારતમાં રહીએ છે તો આપણે ભારતીય છે.

મોહન ભાગવત મુસ્લિમ સમાજ સાથે સંપર્ક વધારવાના અભિયાનમાં લાગેલા છે અ્ને તેઓ સમયાંતરે આ રીતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરતા રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post