• Home
  • News
  • છેલ્લા 10 દિવસોમાં કોરોનાથી 1750 લોકોના મોત, બે દિવસથી દરરોજ 200થી વધુ લોકોના મોત
post

શનિવારે દેશમાં 205 લોકોના મોત થયા હતા, મહારાષ્ટ્રમાં મરનારાઓની સંખ્યા 2197 પર પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:15:18

નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસથી મરનારાઓની સંખ્યા 5245 પર પહોંચી ગઇ છે. છેલ્લા દસ દિવસના આંકડા જોઇએ તો 21થી 30 મે વચ્ચે સૌથી વધારે 1750 લોકોના મોત થયા છે. દરરોજ 200થી વધુ લોકો સંક્રમણના લીધે મરી રહ્યા છે. શનિવારે 205 લોકોના મોત થયા. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 99, ગુજરાતમાં 27 અને દિલ્હીમાં 18 લોકોના મોત થયા છે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ, ગુજરાતમાં આંકડો એક હજાર પાર
દેશમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. અહીં 2197 લોકોના મોત થયા છે. મુંબઇમાં જ 1227 લોકોના મોત થયા છે. ગુજરાત દેશનું બીજુ રાજ્ય છે જ્યાં એક હજારથી વધુ મોત થયા છે. ગુજરાતમાં 1007 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધારે 822 મોત થયા છે. 

આજે 60 લોકોના મોત
રવિવાર સાંજે ચાર વાગ્યા સુધી 60 લોકોના મોત થયા હતા. તેમાં સૌથી વધારે દિલ્હીમાં 57, આન્ધ્રપ્રદેશમાં 2 અને રાજસ્થાનમાં એકનું મોત થયું. આ પહેલા શુક્રવારે રેકોર્ડ 269 સંક્રમિતોના મોત થયા હતા. 

સંક્રમણથી ક્યાં કેટલા મોત

રાજ્ય

મોત

મહારાષ્ટ્ર

2197

ગુજરાત

1007

મધ્યપ્રદેશ

343

પશ્વિમ બંગાળ

309

રાજસ્થાન

194

દિલ્હી

473

ઉત્તરપ્રદેશ

213

આન્ધ્રપ્રદેશ

62

તમિલનાડુ

163

તેલંગાણા

77

કર્ણાટક

49

પંજાબ

44

જમ્મૂ કાશ્મીર

28

હરિયાણા

20

બિહાર

21

ઓરિસ્સા

9

ઝારખંડ

05

હિમાચલ પ્રદેશ

06

ચંડીગઢ

04

કેરળ

10

અસમ

04

ઉત્તરાખંડ

05

મેઘાલય

01

છત્તીસગઢ

01

કુલ

5245

મોતના મામલે ટોપ-10 શહેર

શહેર

મોત

મુંબઇ                     

1227

અમદાવાદ

822

પૂણે

320

કોલકાતા

202

ઇન્દોર

129

જયપુર

90

ઉજ્જૈન

56

સુરત

67

ઠાણે

182

ભોપાલ

56

29 મેના 269 મોત

તારીખ 

મોત

15 મે            

95

16 મે

106

17 મે

165

18 મે

131

19 મે

147

20 મે

132

21 મે

148               

22 મે

147

23 મે

142

24 મે

156

25 મે

150

26 મે

170

27 મે

187

28 મે

176

29 મે

269

30 મે

205

 

adv

Related News

post
post
post
post
post
post
post