• Home
  • News
  • અમદાવાદમાં મોત એટલાં વધ્યાં કે શબવાહિની ખૂટી પડી, હવે 108 પર શબવાહિનીનાં સ્ટિકર લગાવી મૃતદેહ લઈ જવાય છે
post

મોત થયા બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-20 11:57:35

કોરોનાકેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાને કારણે થતાં મોતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોત થયાં બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે. હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને હવે એમાં મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે.

એમ્બ્યુલન્સ હવે હોસ્પિટલ અને સ્મશાન બન્ને માટે કામે લાગી
કોરોનાને કારણે મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલની બહાર દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગે છે. બીજી તરફ, કોરોનાને કારણે મોત થયાં બાદ ડેડબોડી હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી લાઇન લાગે છે. ડેડબોડી વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે છતાં ડેડબોડી લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ ડેડબોડી લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.

એમ્બ્યુલન્સના આજુબાજુ સ્ટિકર લગાવ્યાં
શહેરના સિવિલ વિસ્તારમાં રોડ પર 108 એમ્બ્યુલન્સ ફરતી નજરે પડી હતી, પરંતુ આ સામાન્ય 108ની એમ્બ્યુલન્સ નહોતી, પરંતુ શબવાહિની હતી. 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં, એમ્બ્યુલન્સના આજુબાજુના 2 ભાગ તથા પાછળ દરવાજા પર શબવાહિની લખવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ પણ કોરોનાની ડેડબોડી લઈ જવા માટે જ કરવામાં આવી રહ્યો હતો. આ એમ્બ્યુલન્સ મંજુશ્રી મિલમાં આવેલી કોરોના હોસ્પિટલમાં ગઈ હતી. એ બાદ ત્યાં ડેડબોડી વિભાગ તરફ પહોંચી હતી, એટલે કે 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ હવે શબવાહિની તરીકે કરવામાં આવી રહ્યો છે.

એક એમ્બ્યુલન્સમાં 2-2 ડેડબોડી
2 દિવસ અગાઉ જ શહેરમાં એક એમ્બ્યુલન્સમાં 2 ડેડબોડી લઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં, ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવવામાં આવ્યું અને એનો ઉપયોગ પણ શબવાહિની તરીકે થતો હોવાથી હવે શબવાહિની પણ ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post