• Home
  • News
  • દેવું વધવાનો સંકેત:દેશનું કુલ દેવું આ વર્ષે જીડીપીનાં 62 ટકા સુધી વધશે: નાણામંત્રી
post

દેશની રાજકોષીય ખાધ 6.8 ટકા રહેવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 11:26:05

દેશનું કુલ દેવું ચાલુ નાણાકીય વર્ષના અંતે જીડીપીના 61.7 ટકા વધવાનો સંકેત છે. ગત નાણાકીય વર્ષમાં જીડીપીના 60.5 ટકા વધ્યું હતું. તેમજ જાહેર દેવું જીડીપીના 54.2 ટકા વધવાની શક્યતા છે. 2020-21માં તેમાં 52 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતુ કે, સરકારનો એફઆરબીએમ એક્ટ સુધારો રાજકોષીય ખાધમાં ઘટાડાના લક્ષ્યાંકમાં મદદરૂપ બનશે.

2025-26 સુધીમાં રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકાના નીચલા સ્તરે પહોંચાડવાનો છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષિય ખાધ ગતવર્ષના 9.3 ટકા અંદાજ સામે ઘટી 6.8 ટકા રહેવાની સંભાવના છે. એફઆરબીએમમાં દેવાંના લક્ષ્યાંકોમાં કરવામાં આવેલા સુધારો રાજકોષીય ખાધને અનુરૂપ રહેશે. રાજ્ય નાણાં મંત્રી ભાગવત કરાડે જણાવ્યું હતું કે, આરબીઆઈએ 2018 સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ ડેટા પર સર્ક્યુલર જારી કરી તમામ સિસ્ટમ પ્રોવાઈડર્સને તમામ ડેટા સિસ્ટમમાં ફરજિયાતપણે સ્ટોર કરવા નિર્દેશ કર્યો છે.

2025-26 સુધીમાં ખાધ જીડીપીના 4.5 ટકાના નીચલા સ્તરે પહોંચાડવાનો છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 9.3 ટકા હતી. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા હાથ ધરાયેલા સિસ્ટમ ઓડિટ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે.

માસ્ટર સહિત પેમેન્ટ કાર્ડ કંપનીઓ પર પ્રતિબંધ
પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ પાસેથી પણ વિભિન્ન મુદ્દાઓ પર સ્પષ્ટતાં મગાવી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પ, ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિ., માસ્ટરકાર્ડ એશિયા-પેસિફિક પીટીઈ લિ., સર્ક્યુલરની જરૂરિયાતો મુજબ ડેટા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.

જેમાં એમેક્સ અને ડાઈનર્સ પર આરબીઆઈએ 1 મે, 2021થી નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ લાદ્યો છે. જ્યાં સુધી કંપની સંપૂર્ણ માહિતી રજૂ નહીં કરે ત્યાં સુધી પ્રતિબંધ જારી રહેશે. માસ્ટર કાર્ડ પર પણ 22 જુલાઈએ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્થાનિક બેન્કો પાસે ક્રેડિટ કાર્ડનો ટકાઉ બિઝનેસ છે. જેના પર કોઈ પ્રતિબંધ લાગૂ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post