• Home
  • News
  • દેવામાં ડૂબ્યા ચાઇનીઝ બિલિયનરની વેલ્થ 93% ઘટી:એવરગ્રાન્ડે ગ્રુપના ચેરમેન યાનની નેટવર્થ 3 બિલિયન ડોલર રહી ગઇ, 42માંથી 39 બિલિયન ડોલર ગુમાવ્યા
post

2 સાલમાં ચીનના 5 સૌથી અમીર પ્રોપર્ટી ટાયકૂને પણ ગુમાવ્યા ચૂક્યા 65 બિલિયન ડોલર

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 19:54:21

ચાઇનીઝ બિલિયનર અને એવરગ્રાન્ડે ગ્રુપના ચેરમેન હુઇ કા યાનની વેલ્થ 93% ઓછી થઇ ગઇ છે. બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા અનુસાર હુઇ કા યાનની વેલ્થ 42 બિલિયન ડોલરથી ઘટીને હવે માત્ર 3 બિલિયન ડોલર રહી ગઇ છે. એટલે તેમણે પોતાની નેટવર્થનો 93% એટલે કે 39 બિલિયન ડોલર ગુમાવી દીધા છે.

2020માં ચીનના બીજા સૌથી અમીર વ્યક્તિ હતા હુઇ કા યાન
એવરગ્રાન્ડે ગ્રુપ ચીનના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલોપર્સમાંનું એક માનવામાં આવતું હતું. હુઇ કા યાન ચાઇના એવરગ્રાન્ડે ન્યુ એનર્જી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન પણ હતા. તેમને ચીનમાં સૌથી સફળ અને પ્રભાવશાળી રિયલ એસ્ટેટ ટાયફૂનમાંથી એક માનવામાં આવતા હતા. ફોર્બ્સ દ્વારા 2020માં તેમને ચીનના સૌથી અમીર વ્યક્તિના રૂપમાં પણ લિસ્ટેડ કરવામાં આવ્યા હતા.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલીય ફાઇનાન્શિયલ ચેલેન્જીસનો સામનો કરનાર હુઇ કા યાન જ એવરગ્રાન્ડે ગ્રુપના પણ ફાઉન્ડર છે. તેઓ જાતે જ આ કંપનીને વર્ષોથી લીડ કરી રહ્યા છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હુઇ કા યાનને ઘણી ફાઇનાન્શિયલ ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો છે. તેમની કંપની પર મોટું દેવું થઇ ગયું હતું અને ચાઇનીસ રિયલ એસ્ટેટ માર્કેટમાં સેલ્સ ઓછું થવાને લીધે કંપનીના કેશ ફ્લો પર પણ ઘણી અસર પડી છે.

દેવું ચૂકવવા માટે યાને પોતાના કેટલાંક ઘર અને પ્રાઇવેટ જેટ્સ વેચ્યાં
2019
માં કંપની દેવાની ચુકવણી માટે ઘણો સંઘર્ષ કરી રહી હતી અને પોતાની લોન્સ પર ડિફોલ્ટનું જોખમ પણ હતું. આ મુદ્દાને સોલ્વ કરવા માટે કંપનીએ પોતાની એસેટ્સ અને ઇક્વિટીને વેચીને ફંડ મેળવ્યું. સાથે જ કોસ્ટ-કટિંગના ઉપાયને પણ લાગુ કર્યો. એક સમયે કંપનીને દેવાને ચુકવવામાં માટે હુઇ કા યાનને પોતાનું ઘર અને પ્રાઇવેટ જેટ્સ પણ વેચવાં પડ્યાં.

રેગ્યુલેટરી ઇશ્યૂઝનો સામનો પણ કરી રહ્યી છે યાનની કંપની
એ સિવાય કંપની રેગ્યુલેટરી ઇશ્યૂઝનો સામને કરી રહી છે. 2019માં ચીનના નેશનલ ડેવલોપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન (NDRC)એ કંપનીને પોતાના દેવાનો બોજ ઓછો કરવા માટે અને પોતાની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે 20 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ વેચવા માટે આદેશ આપ્યો હતો. કંપનીને તેના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પર ચાઇના સિક્યોરિટી રેગ્યુલેટરી કમિશન (CSRC) દ્વારા એક તપાસનો પણ સામનો કરવો પડ્યો, જેનાથી રોકાણકારોમાં ચિંતા વધી ગઇ છે.

દેવાને આછું કર્યું, કંપનીના કેશ ફ્લોમાં સુધારો પણ થયો
જોકે 2021માં કંપનીએ એક સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ પરફોર્મન્સની જાણકારી આપી છે. કંપનીએ પણ કહ્યું છે કે તેણે પોતાના દેવાને ઓછું કર્યું છે અને તેના કેશ ફ્લોમાં સુધારો પણ કર્યો છે. આના કારણે કંપનીના શેરની કિંમતમાં વધારો થયો છે જેથી રોકાણકારોમાં વિશ્વાસ પાછો આવ્યો છે.

2023માં કંપનીના સર્વાઇકલને લઇને હુઇ કા યાને શું કહ્યું?
જ્યારે 2023 કંપનીના સર્વાઇકલને લઇને સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થનાર છે. તેના પર હુઇ કા યાને કહ્યું, 'મારું માનવું છે કે અમે ડિલિવરીના અમારી મિશનને પૂરું કરી શકીએ છીએ, કેટલાંય દેવાં ચૂકવી શકીશું અને જોખમને ખતમ કરી શકીશું. અમે કંપનીના સર્વાઇકલ પર એક નવો અધ્યાય શરૂ કરી શકીશું. જ્યાં સુધી આપણે સૌ એકસાથે કામ કરી રહ્યા છીએ અને આપણા કન્સ્ટ્રક્શન, સેલ્સ અને ઓપરેશન્સને ફરીથી શરૂ કરવામાં ક્યારેય હાર નથી માનીએ.'

2 સાલમાં ચીનના 5 સૌથી અમીર પ્રોપર્ટી ટાયકૂને પણ ગુમાવ્યા ચૂક્યા 65 બિલિયન ડોલર
માત્ર હુઇ કા યાન જ નહીં, બલકે મહામારી શરૂ થયા બાદ છેલેલાં 2 વર્ષમાં ચીનના સૌથી અમીર પ્રોપર્ટી ટાયકૂન પણ સામૂહિક રૂપે 65 બિલિયન ડોલર ગુમાવી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post