• Home
  • News
  • જેલમાં બંધ દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા દ્વારા વીડિયો અપલોડ; ટિકૈત અને લક્ખા સહિત 6 લોકોનાં ઉશ્કેરણીજનક ભાષણ બતાવાયાં
post

લાઈવ દરમિયાન લક્ખા કહી રહ્યો છે કે મહારેલીથી સાબિત થઈ ગયું કે ખેડૂત જીતીને જ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 11:29:29

26 જાન્યુઆરીએ લાલકિલ્લાના હિંસાકેસનો આરોપી દીપ સિદ્ધુ જેલમાં છે, પરંતુ તેણે ફરી એકવાર તેના ફેસબુક અકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ખુદ દીપ સિદ્ધુને નિર્દોષ બતાવવામાં આવ્યો છે અને ખેડૂતનેતાઓનાં ઉશ્કેરણીજનક ભાષણો બતાવાયાં છે. આ વીડિયોમાં દીપ સિદ્ધુ વિરોધીઓને સમજાવતો નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત, ખેડૂતનેતા ગુરનામ ચઢૂની અને એક લાખના ઇનામી એક્ટિવિસ્ટ લખબીરસિંહ ઉર્ફે લક્ખા સિધાનાનાં ઉશ્કેરણીજનક ભાષણો છે.

7 મિનિટના વીડિયોમાં 7 લોકોનાં નિવેદન

1. રાકેશ ટિકૈત
વીડિયોમાં ખેડૂતનેતા રાકેશ ટિકૈતનું નિવેદન છે, જેમાં તેઓ ટ્રેકટર રોકવા પર દિલ્હી પોલીસને ધમકી આપતા નજરે પડી રહ્યા છે.

2. લક્ખા સિધાના
ગેંગસ્ટરથી સોશિયલ એક્ટિવિસ્ટ બનેલો લક્ખા સિધાના વીડિયોમાં ટ્રેકટર પરેડ નક્કી કરેલો રૂટ તોડવાના ઇશારા કરાઈ રહ્યા છે. તે કહી રહ્યો છે કે અમારા ટ્રેકટર પણ રિંગ રોડ તરફ જ જશે.

3. રાજીન્દરસિંહ દીપ
કીર્તિ કિસાન સંગઠનના વીડિયોમાં રાજીન્દર સિંહ વીડિયોમાં કહેતા જોવા મળે છે કે 26 જાન્યુઆરીએ બધા ટ્રેક્ટર પોઇન્ટ પર ઊભા રહો અને આ દિવસે મોદીની ચર્ચા થવી જોઈએ નહીં, પરંતુ મોદીના ગળા પર ટ્રેકટર ચઢાવાની ચર્ચા હોવી જોઈએ.

4. ગુરનામસિંહ ચઢૂની
હરિયાણાના ખેડૂતનેતા ગુરનામસિંહ ચઢૂ આ વીડિયોમાં સરકારને ચેતવણી આપતો જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે, 26મી તારીખે તમે તૈયારી કરીને ટ્રેક્ટર સાથે આવી જાઓ. બળજબરીપૂર્વક

બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશ કરીશું. સરકાર ગોળી ચલાવે કે લાકડીઓ, મારે; જે કરવાનું હોય એ કરી લે. 26 મીએ ફાઈનલ મેચ થશે.

5. સતનામ સિંહ પન્નુ
સતનામસિંહ પન્નુનું જે નિવેદન છે એમાં ટ્રેકટર પરેડનો રૂટ તોડવાની વાત કરવામાં આવી છે. પન્નુ કહી રહ્યો છે કે અમે પોલીસ સાથે વાત કરી રહ્યા છીએ કે રિંગ રોડ પર જ જઈશું. જો તેઓ માની ગયા તો ઠીક, નહીં માને તોપણ જઈશું. જોઈએ સરકાર શું કરે છે.

6. સરવન સિંહ પંઢેર
ખેડૂતનેતા સરવન સિંહ પંઢેર કહી રહ્યા છે કે ટ્રેકટર પરેડના દિવસે લાલકિલ્લા પર જઈને બેસી જાઓ, ત્યાંથી આગળ ન જાઓ.

7. દીપ સિદ્ધુ
7
મિનિટના વીડિયોમાં દીપ સિદ્ધુ દ્વારા 25મી જાન્યુયારીના રોજ રાત્રે આપવામાં આવેલા ભાષણને બતાવવામાં આવ્યું છે. આ ભાષણ સિંધુ બોર્ડર પર આપવામાં આવ્યું હતું. સ્ટેજ પર ઊભા રહેલો દીપ સિદ્ધુ ભીડને સમજાવી રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે કે ટ્રેકટર પરેડ માટે જે રૂટ સંમતિ બાદ નક્કી કરવામાં આવ્યો છે એના પર જ નિર્ણય કરો. આપણે સૌએ એકતા જાળવી રાખવાની છે.

ધરપકડ પહેલાં દીપ સિદ્ધુએ ખેડૂતનેતાઓને ઉઘાડા પાડવાની ધમકી આપી હતી
દીપ સિદ્ધુને એક દિવસ પહેલાં એટલે કે 23 ફેબ્રુઆરીએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે જ્યારે તે જેલમાં છે ત્યારે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કેવી રીતે થઈ રહ્યા છે? જોકે દિલ્હી પોલીસે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે ટ્રેક્ટર પરેડની હિંસા બાદ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અમેરિકાથી એક વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. આ કામ અહીં તેની એક મહિલા મિત્ર કરી રહી હતી.

ધરપકડ પહેલાં પણ દીપ સિદ્ધુએ વીડિયો જાહેર કર્યો હતો. એમાં તેણે કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર એવી જાણકારીઓ આપી શકે છે, જે ખેડૂતનેતાઓની સામે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

મહારેલીમાં પહોંચેલા લક્ખાએ ફેસબુક લાઈવ કર્યું
લાલકિલ્લા હિંસાનો આરોપી લક્ખા હજી પણ પોલીસ પકડમાં આવ્યો નથી. જોકે તે સતત ખેડૂતોના કાર્યક્રમમાં જોવા મળી રહ્યો છે. મંગળવારે તેણે પંજાબના બઠિંડામાં મહારેલી પણ કરી હતી. રેલીમાં તે પોતે મંચ પર પણ હાજર રહ્યો હતો. ત્યાર બાદ મંગળવાર રાત્રે જ ફેસબુક લાઈવ કર્યું અને મહારેલીમાં આવનારા ખેડૂતોનો આભાર માન્યો હતો.

ફરી પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા
લાઈવ દરમિયાન લક્ખા કહી રહ્યો છે કે મહારેલીથી સાબિત થઈ ગયું કે ખેડૂત જીતીને જ જશે. તે ખેડૂત નેતાઓને અપીલ કરી રહ્યો છે કે આપ સતત દિલ્હીમાં કાર્યક્રમ કરો. દિલ્હી પોલીસ નોટિસ આપી રહી છે, દરોડા પાડી રહી છે, યુવાઓની ધરપકડ કરી રહી છે, પ્રદર્શન સમાપ્ત કરવાની વાત કરી રહી છે. જો દિલ્હી પોલીસની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તે હજી વધુ હેરાન કરશે. તેમને જડબાતોડ જવાબ આપવો પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post