• Home
  • News
  • શૂટિગના બીજા દિવસે દીપિકાને પેનિક અટેક આવ્યો હતો, કહ્યું- પરસેવો વળી ગયો, પગમાંથી લોહી નીકળી રહ્યું છે એવું લાગ્યું હતું
post

મને યાદ છે કે હું મારી જાતને કહી રહી હતી કે હું આ ફિલ્મ નહીં કરી શકું.’

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 10:54:54

દીપિકા પાદુકોણનું કહેવું છે કેછપાકફિલ્મનાં શૂટિંગના બીજા દિવસે તેને પેનિક અટેક આવ્યો હતો. તે એકદમ ડરી ગઈ હતી. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત દીપિકાએ બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીત દરમ્યાન શૂટિંગ દરમ્યાન જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ‘મને યાદ છે કે શૂટિંગના બીજા દિવસે મને પેનિક અટેક આવ્યો હતો. અમે પ્રોસ્થેટિક્સ કરી રહ્યા હતા અને ત્યારે મને અટેક આવ્યો હતો કારણકે મને ક્લોસ્ટેરોફોબિયા છે. મને પરસેવો વળી ગયો અને એવું લાગી રહ્યું હતું કે મારા પગમાંથી લોહી વહી રહ્યું છે. મને યાદ છે કે હું મારી જાતને કહી રહી હતી કે હું ફિલ્મ નહીં કરી શકું.’

ઇમોશનલી સૌથી પડકારજનક ફિલ્મ
દીપિકાએ કહ્યું કે, ‘ઇમોશનલી મારી સૌથી પડકારજનક ફિલ્મ છે. શૂટિંગ પહેલાં અમે ઘણી તૈયારી કરી હતી. લુક ટેસ્ટ, પ્રોસ્થેટિક્સ કોસ્ચ્યુમ પર કામ, કો-એક્ટર્સ અને મેઘના સાથે રીડિંગ વગેરે. મેં લક્ષ્મી સાથે પણ સમય વિતાવ્યો હતો. પરંતુ પ્રકારની ફિલ્મ માટે ક્યારેય સંપૂર્ણ રીતે તૈયાર થઇ શકાય નહીં.’

તેણે કહ્યું કે, ‘હું મારી જાતને પળ માટે કઈ રીતે તૈયાર કરી શકું જ્યારે મારા ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યું હોય? હું અંદાજો લગાવી શકું છું કે કઈ રીતે થયું પરંતુ તેને માત્ર એક્શન અને કટ વચ્ચે જીવી શકું છું. ઘણી એવી ઉતાર-ચડાવવાળી પળ હતી જેની અસર મારી મેન્ટલ હેલ્થ પર પડી છે.’

સરખી રીતે જમી પણ શકતી હતી
દીપિકાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘આખી ફિલ્મ દરમ્યાન પ્રોસ્થેટિક્સને કારણે હું માત્ર નાકથી શ્વાસ લઇ શકતી હતી. હું સરખી રીતે જમી શકતી હતી કારણકે મોઢું આખું ખોલી શકતી હતી. ઉપરથી ઈમોશનલ જર્ની હતી. હું બધું કરવા માટે તૈયાર હતી કારણકે સ્ટોરી હતી જે અમારે બતાવાની હતી. તે મારી જિંદગીમાં ખૂબ મહત્ત્વનું હતું જે હું રોજ અમુક કલાકો માટે જીવતી હતી. જ્યારે હું ખુદને વીક અનુભવતી તો લક્ષ્મી અને બીજા સર્વાઇવર્સ વિશે વિચારતી જેમણે ઘણું બધું સહન કર્યું. આનાથી મને આખો દિવસ મદદ મળતી.’

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post