• Home
  • News
  • 'ગહેરાઈયાં'માં દીપિકા પાદુકોણની નાની બહેન જોવા મળી, એક્ટ્રેસનો રિયલ લાઈફ ફોટો યુઝ કરવામાં આવ્યો છે
post

ફિલ્મમાં દીપિકા અને અનિષાના બાળપણની તસવીર બતાવવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 12:48:07

દીપિકા પાદુકોણ સ્ટારર રિલેશનશિપ ડ્રામા ગહેરાઈયાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના સીન પર ડાયરેક્ટરે ઘણું ઊંડાણપૂર્વક કામ કર્યું છે. તેના પછી ફેન્સે દાવો કર્યો કે ફિલ્મમાં દીપિકાની બહેન અનિષા પાદુકોણ પણ જોવા મળી છે.

દીપિકા-અનિષાના બાળપણના ફોટો યુઝ કરવામાં આવ્યો છે
ગહેરાઈયાંમાં બે કઝિન બહેનોનું કેરેક્ટર છે અલીશા અને ટિયાનું, જેને દીપિકા અને અનન્યાએ નિભાવ્યું છે. ફિલ્મના એક સીનમાં બંનેના બાળપણનો ફોટો બતાવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, દીપિકાનો રિયલ લાઈફ ફોટો યુઝ કરવામાં આવ્યો છે. તે દીપિકા અને અનિષાના બાળપણની તસવીર છે.

કોકલેટમાં પપ્પાનો ફોટો યુઝ કરવામાં આવ્યો હતો
ફિલ્મના સીનને જોઈને એક ચાહકે સ્ક્રીનશોર્ટ લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેને લખ્યું, 'ગહેરાઈયાંમાં આ વસ્તુ પસંદ આવી, અનિષા અને દીપિકા પાદુકોણના પોટ્રેટને ફેમિલી પોટ્રેટ્સમાં લગાવવામાં આવ્યો છે.' તેમજ એક યુઝરે કમેન્ટ કરી કે, 'મને નથી ખબર કે આ દીપિકાનો આઈડિયા છે કે ડાયરેક્ટરનો પરંતુ જ્યારે આ પ્રકારનું કંઈક થાય છે તો મને તે ગમે છે. કોકટેલમાં પણ દીપિકાના પિતાનો ફોટો બતાવવામાં આવ્યો હતો.'

અનિષા ગોલ્ફ પ્લેયર છે
અનિષા પાદુકોણ બેટમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણની નાની દીકરી અને દીપિકાની નાની બહેન છે. અનિષાનું ગ્લેમરની દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો રસ સ્પોર્ટ્સમાં છે અને તે એક પ્રોફેશનલ ગોલ્ફ પ્લેયર છે.

દીપિકા પાદુકોણ સ્ટારર ગહેરાઈયાંને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ‘A’ યાને કે એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મમાં બોર્ડે એક પણ કટ મૂક્યો નથી. શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા લીડ રોલમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post