• Home
  • News
  • નિવેદન / દીપિકા પાદુકોણે અનન્યા પાંડે તથા સિદ્ધાંતને લઈને કહ્યું, બંને કામને લઈ ઘણાં જ ગંભીર છે
post

દીપિકા તથા રણવીર મુંબઈ એરપોર્ટ પર આવ્યા ત્યારે એક ચાહક કેક લઈને આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 10:01:07

મુંબઈઃ ‘છપાકબાદ દીપિકા પાદુકોણ માર્ચ મહિનામાં શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી છે. હાલમાં જ દીપિકાએ આ ફિલ્મના પોતાના કો-સ્ટાર્સને લઈ વાત કરી હતી.

શું કહ્યું દીપિકાએ?
દીપિકાએ અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદીને લઈને કહ્યું હતું કે અનન્યા સાથે અવાર-નવાર મુલાકાત થાય છે અને તેને તે પસંદ છે. તે ઘણી જ ટેલેન્ટેડ ગર્લ છે. સિદ્ધાંતને લઈ દીપિકાએ કહ્યું હતું કે તે એક્ટરને મળી છે અને તેનામાં ભરપૂર ટેલેન્ટ છે. તેઓ કામને લઈને ઘણાં જ પેશનટ છે. ફિલ્મના ડિરેક્ટર શકુન બત્રાને લઈ દીપિકાએ જણાવ્યું હતું કે તે તેમની સાથે કામ કરવાને લઈ આતુર હતી. તે તેમના કામની ઘણી જ મોટી પ્રશંસક છે.

પાંચ જાન્યુઆરીએ 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો : 
દીપિકાએ પાંચ જાન્યુઆરીએ 34મો જન્મદિવસ લખનઉમાં સેલિબ્રેટ કર્યો હતો. દીપિકાએ લખનઉમાં શીરોઝકેફેમાં એસિડ અટેક સર્વાઈવર્સ સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

મુંબઈ એરપોર્ટ પર કેક કાપી : 
દીપિકા તથા રણવીર મુંબઈ એરપોર્ટ પર આવ્યા ત્યારે એક ચાહક કેક લઈને આવ્યો હતો. દીપિકાએ એરપોર્ટ પર જ કેક કાપી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં દીપિકાએ ફિલ્મનું પ્રમોશન કરતાં સમયે છપાકની ટીમ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post