• Home
  • News
  • JNU હિંસા / વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા દીપિકા 10 મિનિટ કેમ્પસમાં રહી, ભાજપના નેતાએ કહ્યું-‘છપાક’નો બોયકોટ કરો
post

દસ મિનિટ સુધી દીપિકા કેમ્પસમાં હતી પરંતુ શાંતિથી ઉભી રહી, કોઇ સંબોધન કર્યું નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 08:30:04

નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિંસા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા હતા ત્યારે દીપીકા ત્યાં તેમને સપોર્ટ કરવા સાથે ઉભી રહી હતી. સ્વરા ભાસ્કરે દીપિકાની હાજરીની નોંધ લઇને ટ્વિટ કર્યું હતું જ્યારે દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલસિંઘ બગ્ગાએ દીપિકાનીછપાકમુવી બોયકોટ કરવા માટે કહ્યું હતું.

 

રવિવારે બુકાનીધારી હુમલાખોરોએ યુનિવર્સિટી કેમ્પસમાં તાંડવ મચાવ્યું હતું. દિલ્હી પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. યુનિવર્સિટીના વીસી એમ. જગદીશ કુમારે કહ્યું કે દૂર્ભાગ્યપૂર્ણ છે કે આવી હિંસક ઘટના અમારા કેમ્પસમાં થઇ. દીપિકાની હાજરી જોઇને સ્વરા ભાસ્કરે ઉત્સાહ સાથે ટ્વિટ કર્યું હતું. બીજી તરફ મુંબઈ પોલીસે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

 

મામલે દિલ્હી ભાજપ પ્રવક્તા તેજિંદરપાલસિંહ બગ્ગાએ તેને દીપિકાની આગામી મુવીછપાકસાથે જોડીને કહ્યું કે ટુકડે ટુકડે ગેંગ અને અફઝલ ગેંગને સપોર્ટ કરવા માટે દીપિકાની ફિલ્મોને બોયકોટ કરવી જોઇએ.

 

મામલે અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મન્જિન્દરસિંઘ એસ. સિરસાએ પણ ટ્વીટ કરીને દીપિકા પાદૂકોણ પર પ્રહાર કર્યા હતા. સિરસાએ લખ્યું કે , ‘‘દીપિકા પાદુકોણજી, ક્યારેય 1984ના કત્લેઆમના પીડિતોના પરિવારને કેમ ના મળ્યાં? મધ્યપ્રદેશમાં શીખો પર થયેલા અત્યાચાર પર પણ કેમ કંઇ બોલ્યા? નનકાના સાહિબ પર થયેલા Hate Attack પર એક પણ ટ્વિટ કર્યું. પણ આજે પબ્લિસીટી મેળવવા માટે તમે JNU પહોંચી ગયાં. ’

 

 

adv

Related News

post
post
post
post
post
post
post