• Home
  • News
  • ડ્રગ્સ કેસ:દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ પહોંચી; રણવીરની અરજી- દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે, પૂછપરછમાં મને સાથે રહેવાની મંજૂરી આપો
post

દીપિકા પાદુકોણના ઘરની બહાર પોલીસ સુરક્ષા વધારવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 09:25:43

દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ આવી પહોંચી છે. તેની સાથે રણવીર સિંહ પણ હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસીસમાં સામેલ છે. હાલમાં દીપિકા ગોવામાં શૂટિંગ અર્થે ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીરે NCBને અરજી કરી છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સાથે રહેવાના કારણમાં રણવીરે કહ્યું છે કે દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે. એટલા માટે તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. રણવીરે અરજીમાં કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. નિયમો જાણે છે કે તપાસ દરમિયાન તે હાજર ન રહી શકે છતાં પણ NCB ઓફિસની અંદર આવવાની તેને પરવાનગી આપવામાં આવે. જોકે તેની અરજી ઉપર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

સારા અલી ખાન પણ ગોવા હતી અને તે પણ મુંબઈ આવી ગઈ છે. સારા અલી ખાનની 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ, દીપિકા પાદુકોણના મુંબઈ સ્થિત ઘરની બહાર પોલીસ વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને સુરક્ષા વધારવામાં આવી છે.

એરપોર્ટ પર પોલીસ સતર્ક હતી
આ પહેલાં ગોવા એરપોર્ટ CISFના પ્રમાણે, દીપિકા આજે એક-દોઢ વાગ્યાની આસપાસ ગોવાથી મુંબઈ આવવાની હતી.

મેનેજર પર દબાણ બનાવ્યું
રિપબ્લિક ટીવીના રિપોર્ટ પ્રમાણે, દીપિકા હવે પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પર દબાણ બનાવી રહી છે કે તે NCB સમક્ષ અન્ય કોઈ ઘટસ્ફોટ ના કરે અને કોઈ માહિતી ના આપે. ચેનલના અહેવાલ પ્રમાણે, દીપિકાને શંકા છે કે તેની મેનેજર તથા ક્વાન કંપનીના કર્મચારીઓએ જ NCB સામે ડ્રગ સિક્રેટ્સ સાથે જોડાયેલાં રહસ્યો ઉજાગર કર્યાં છે અને તેમણે જ ડ્રગ ચેટ લીક કર્યું છે. કરિશ્મા પ્રકાશને પણ સમન પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેણે તબિયતનું બહાનું બતાવીને 25 સપ્ટેમ્બર પછી પૂછપરછ માટે આવવાની વાત કરી હતી.

દીપિકાનું ડ્રગ ચેટ સામે આવ્યું
ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ સામે આવવું ચાહકો માટે ઘણું જ શૉકિંગ રહ્યું છે. દીપિકાનું ડ્રગ્સ ચેટ સામે આવ્યું હતું. ક્વાન કંપનીની મેનેજર કરિશ્મા સાથે દીપિકાનું ડ્રગ્સ ચેટ સામે આવ્યું હતું. આ ચેટમાં દીપિકાએ કરિશ્માને સવાલ કર્યો હતો કે 'માલ હૈ ક્યા?'. હવે દીપિકાએ NCB સમક્ષ ડ્રગ્સ અંગેના તીખા સવાલોના જવાબ આપવા પડશે.

NCBનું તેડું આવતાં જ દીપિકા ફફડાટમાં
NCB
નું સમન મળ્યા બાદ દીપિકા ઘણી જ ટેન્શનમાં આવી ગઈ હતી. દીપિકાએ પરિવાર તથા લીગલ ટીમ સાથે વિડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરી હતી. વકીલોની સલાહ લીધી હતી. અત્યારસુધી દીપિકા તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી. દીપિકાની સાથે સાથે તેની મેનેજર કરિશ્માને પણ સમન મોકલવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post