• Home
  • News
  • 12 ઓગસ્ટ 1948ના રોજ અંગ્રેજોને બ્રિટનમાં હરાવ્યા, બલબીર સિંઘ કહેતા કે- આ મારો અસલી આઝાદ દિન
post

બલબીર સિંહ જ્યારે ચંદીગઢ પીજીઆઈમાં ભરતી હતા, ત્યારે તેમણે નાતી કબીરને કહીને સામે તિરંગો લગાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:53:46

નવી દિલ્હી: વિખ્યાત હોકી ખેલાડી બલબીર સિંઘ સિનિયરનું સોમવારે સવારે 96 વર્ષની ઉંમરે પંજાબના મોહાલીમાં નિધન થઈ ગયું. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ભારત તરફથી 61 મેચમાં 246 ગોલ કરનારા બલબીર સિંઘ લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. તેમણે વિશ્વ ઓલિમ્પિક કમિટીના આધુનિક ઓલિમ્પિક ઈતિહાસના 16 મહાન ખેલાડીમાં સામેલ હતા. હોકી ટીમના પૂર્વ કેપ્ટન વાસુદેવન ભાસ્કરન અને અશોક કુમાર જણાવે છે કે, કેમ તેઓ મહાન હોકી ખેલાડી મનાય છે... 


પૂર્વ કેપ્ટને કહ્યું- બલબીરની ફોરવર્ડ રમવાની સલાહ માની તો 1980માં અમે ફરી ગોલ્ડ જીત્યો 


છેવટે 1980 ઓલિમ્પિકમાં અમે ગોલ્ડ પણ જીત્યા
હોકીમાં છેલ્લીવાર 1980માં ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવનારી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વાસુદેવન ભાસ્કર કહે છે કે, બલબીરે દેશને એ સમયે સફળતા અપાવી હતી, જ્યારે ગણ્યાંગાંઠ્યા ખેલાડીઓને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી હતી. પતિયાલામાં 1970માં યુનિવર્સિટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ યુવાન હતા અને સારા ખેલાડી હતા. એક કલાકના ક્લાસમાં તેમણે મને કહ્યું કે, તમે ઘણું અગ્રેસિવ રમો છો. સેન્ટર હાફ સિવાય તારી અંદર ફોરવર્ડ રમવાની પણ સ્કિલ છે. બંને પોઝિશન પર રમ્યા પછી જ તુ સારો ખેલાડી બની શકીશ. મેં તેમની સલાહ માની લીધી. છેવટે 1980 ઓલિમ્પિકમાં અમે ગોલ્ડ પણ જીત્યા. 


આંખ ખૂલે તો તિરંગો દેખાવો જોઈએ
બલબીર સિંહ જ્યારે ચંદીગઢ પીજીઆઈમાં ભરતી હતા, ત્યારે તેમણે નાતી કબીરને કહીને સામે તિરંગો લગાવ્યો હતો. જેથી આંખ ખૂલતા જ તેમને ફક્ત તિરંગો દેખાય. તેઓ આઝાદી દિન પણ 12 ઓગસ્ટ, 1948ને જ માનતા હતા કારણ કે, ત્યારે ભારતે બ્રિટનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. 


ભૂલોમાંથી શીખીને વર્લ્ડ કપ જીતી જ લીધો- અશોક કુમાર 

બલબીર સિંહની અન્ડરમાં રમી ચૂકેલા અશોક ધ્યાનચંદે કહ્યું કે, હું પહેલીવાર 1970માં એશિયન ગેમ્સમાં તેમને મળ્યો હતો. એ વખતે તેઓ ટીમ મેનેજર હતા. ફાઈનલમાં અમારી મેચ પાકિસ્તાન સામે હતી. તેમણે પ્રપોઝલ મૂકી કે, અશોક અને ગોવિંદાને પણ રમાડો, પરંતુ સિનિયરો ના માન્યા. પરિણામે એ મેચ અમે હારી ગયા. 1971ના વર્લ્ડ કપમાં પણ હું તેમની સાથે હતો. સેમિફાઈનલમાં અમે ફરી પાકિસ્તાન સામે હારી ગયા. એ હારથી કોચ, મેનેજર બંને ખૂબ દુ:ખી હતા. તેઓ બાળકોની જેમ રડ્યા. પછી ભૂલોમાંથી શીખીને 1975 વર્લ્ડ કપ માટે ટીમ બનાવી. ફાઈનલ પહેલા અમે ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને ચર્ચ ગયા, અમે વર્લ્ડ કપ જીતી ગયા. 


1956
ઓલિમ્પિકમાં બલબીર ફ્રેક્ચર છતાં ઈન્જેક્શન લઈ ઉતર્યા હતા
ભારતીય હોકી ટીમના દિગ્ગજ ખેલાડી રહેલા બલબીર સિંહ સિનિયરનું સોમવારે નિધન થયું. 1948, 1952 અને 1956 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર 96 વર્ષીય બલબીરની કેપ્ટન્સીમાં ટીમે 1956માં પાક.ને હરાવી ગોલ્ડ જીત્યો હતો. 1956ના મેલબોર્ન ઓલિમ્પિકની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 14-0થી હરાવ્યું હતું. બલબીરે મેચમાં 5 ગોલ કર્યા પરંતુ તેમની જમણી આંગળીમાં ફ્રેક્ચર થયું, પરંતુ તેમના ફ્રેક્ચરની વાત છુપાવવામાં આવી. ફાઈનલમાં તેઓ 3 પેઈન કિલર ઈન્જેક્શન લઈ ઉતર્યા. ટીમે આ મેચ 1-0થી જીતી. ફાઈનલ મેચ અગાઉ પણ એક ઘટના બની. બલબીરે પોતાની બાયોગ્રાફી ધ ગોલ્ડન હેટ્રિકમાં લખ્યું કે, તમામ ખેલાડી મેચ અગાઉ બસમાં બેઠાને તુરંત ભોપાલ હોકી એસોસિએશનના સેક્રેટરી રહેલા એમટી અન્સારીને છીંક આવી. જેના કારણે હોકી એસોસિએશનના ઉપાધ્યક્ષ અશ્વિની કુમારે અન્સારીને ઠપકો આપ્યો, તેઓ બલબીરને પોતાના રૂમમાં લઈ ગયા અને કહ્યું કે-તુ મને અંધવિશ્વાસી કહી શકે છે, પરંતુ તારે ટ્રેક સૂટ અને શૂઝ ઉતારવા પડશે. તુ 5 મિનિટ બેડ પર સુઈ જા. મે એમ જ કર્યું. થોડીવાર પછી અમે તે જ બસમાં મેદાન માટે જવા નીકળ્યા.


ઓલિમ્પિક બ્લેઝર અને મેડલ સાઈને લીધે ગુમ થયું
બલબીરે 1985માં સાઈને ઓલિમ્પિક બ્લેઝર, મેડલ અને 100થી વધુ તસવીરો સ્પોર્ટ્સ મ્યૂઝિયમ માટે દાનમાં આપી હતી. પરંતુ મ્યૂઝિયમ બન્યું નહીં. છેલ્લા 8 વર્ષથી તેઓ આ સામાન પરત લેવા પ્રયાસો કરી રહ્યાં હતા. સાઈએ અગાઉ સામાન ના મળવાની વાત કરી. પરંતુ પછી સામાન ગુમ થયાની વાત સ્વીકારી.


બ્રિટન વિરુદ્ધ તેના ઘરઆંગણે 2 ગોલ કર્યા
બલબીરનો એક રૂમ એક રીતે મ્યૂઝિયમ છે. જ્યાં તમામ હોકી સંબંધિત વસ્તુઓ જોવા મળી શકે છે. તેમના સર પાસે તે ગોલ્ડન સ્ટિક હંમેશા રહેતી હતી, જેના કારણે 1948 લંડન ઓલિમ્પિકમાં અંગ્રેજો વિરુદ્ધ તેમના ઘરઆંગણે જ ગોલ કર્યા હતા. 

હંમેશા કહેતા કે મેચ ગોલ કરીને જ જીતી શકાય
બલબીરની કોચિંગ સ્ટાઈલ અન્યો કરતા અલગ હતી, તેઓ આક્રમકતાને પ્રાથમિકતા આપતા. તેઓ હંમેશા કહેતા કે કોઈપણ મેચ ગોલ કરીને જીતી શકાય છે, ના કે ડિફેન્સ કરીને.- સૈયદ જલાલુદ્દીન, પૂર્વ ખેલાડી


બલબીરથી યુવા ખેલાડીએ શીખવું જોઈએ
મે જુના સાથીને ગુમાવ્યો.  1956 ઓલિમ્પિકમાં અમે સાથે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ સાથે કામ કર્યું. યુવા ખેલાડીઓએ તેમની પાસેથી શીખ લેવાની જરૂર છે.- મિલ્ખા સિંહ, પૂર્વ એથ્લિટ


ડેબ્યૂ મેચમાં ડબલ હેટ્રિકનો રેકોર્ડ યથાવત્
બલબીરે ઓલિમ્પિક ડેબ્યૂ 1948માં આર્જેન્ટિના વિરુદ્ધ કર્યું. તેમણે 6 ગોલ કર્યા. આ રેકોર્ડ હજુસુધી યથાવત્ છે. તેમણે 1952 હેલસિન્કી ઓલિમ્પિકમાં ફાઈનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ 5 ગોલ કર્યા હતા. આ પણ વર્લ્ડ રેકોર્ડ છે. બલબીર 1975માં વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના મેનેજર હતા. 2012 લંડન ઓલિમ્પિક દરમિયાન વિવિધ રમતોમાંથી પસંદ કરાયેલા 16 મહાન ખેલાડીઓમાં બલબીર સિંહ સામેલ હતા. 1957માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. 
ઉપલબ્ધિઓ  

·         મેલબોર્ન ઓલિમ્પિક (1956)માં પોતાની કેપ્ટન્સીમાં ગોલ કરવા દીધા વગર ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતે 5 મેચોમાં 38 ગોલ કર્યા. 

·         હેલસિન્કી (1952) તથા મેલબોર્ન (1956) ઓલિમ્પિકમાં ફ્લેગ બિયરર રહ્યાં.

ગોલ રેકોર્ડ
ઈન્ટરનેશનલ કરિયર: 61 મેચ, 246 ગોલ 
ઓલિમ્પિક: 8 મેચ, 22 ગોલ

 

adv

Related News

post
post
post
post
post
post
post