• Home
  • News
  • પ્રજ્ઞા હવે શિયાળું સત્રમાં ભાગ નહીં લઈ શકે, સુરક્ષા સાથે જોડાયેલી સંસદીય સમિતિમાંથી પણ બહાર કરાશે: નડ્ડા
post

ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે લોકસભા સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે સંસદમાં કરેલી ટિપ્પણની નીંદા કરી હતી અને જણાવ્યું હતું કે બીજેપી આ પ્રકારના કોઈ નિવેદનના પક્ષમાં નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-28 11:52:03

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે લોકસભા સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે સંસદમાં કરેલી ટિપ્પણની નીંદા કરી હતી અને જણાવ્યું હતું કે બીજેપી આ પ્રકારના કોઈ નિવેદનના પક્ષમાં નથી. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા ઠાકુરે સંસદમાં નથુરામ ગોડસે વિશે ટિપ્પણી કરી હતી.

ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશેભક્ત ગણાવ્યા. બાદમાં વિપક્ષી નેતાઓએ તેની ખુબ જ ટીકા કરી.

બીજેપીના વર્કિંગ પ્રેસિડન્ટ જે પી નંદાએ જણાવ્યું હતું કે બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સંસદની રક્ષા સમિતિમાંથી હટાવવામાં આવ્યા છે. અમે નક્કી કર્યું છે કે સમગ્ર સત્ર દરમિયાન ઠાકુર બીજેપી પાર્લામેન્ટરી પાર્ટીની મિટિંગમાં હાજર રહી શકશે નહિ. પ્રજ્ઞાને થોડા દિવસો પહેલા જ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ તેમનો બચાવ કરતા કહ્યું કે તેમણે(પ્રજ્ઞાએ) ક્યારેય પણ નાથુરામ ગોડસેનું નામ લીધું નથી. દ્રુમકના કે એ.રાજાએ સંસદમાં ગોડસેનું એક નિવેદન વાંચ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું ગોડસે એ મહાત્મા ગાંધીને કેમ માર્યા હતા. તેની પર પ્રજ્ઞા ઠાકુરે તેમને ટોકતા કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો.

જોષીએ બુધવારે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે તેમનો (પ્રજ્ઞાનો) માઈક્રોફોન બંધ હતો. જ્યારે ઉધમ સિંહનું નામ લેવામાં આવી રહ્યું હતું, ત્યારે તેમણે વાધો ઉઠાવ્યો હતો. તેમણે તેની પર સ્પષ્ટીકરણ પણ આપ્યું અને જણાવ્યું કે આ તેમનો વ્યક્તિગત મામલો છે. તેમણે ક્યારે પણ ગોડસે કે કોઈ અન્યનું નામ પણ લીધુ નથી. તેમના નામ લેવાનો કોઈ રેકોર્ડ પણ નથી. આ પ્રકારના સમાચારો ફેલાવવા તે યોગ્ય નથી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે બુધવારે પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઈને વાધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમની પાર્ટીએ આ પ્રકારના નિવેદનને લઈને કાર્યવાહી કરવી જોઈએ. કમલનાથે ટ્વિટ કર્યું ભાજપે આ મુદ્દા પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરવું જોઈએ. વડાપ્રધાન મોદીને પ્રજ્ઞાના આ પ્રકારના નિવેદનને રિપિટ કરવા બદલ ફરીથી માફ કરવા ન જોઈએ. તેમણે કહ્યું કે સમગ્ર દેશ તેમને ક્યારે પણ માફ કરશે નહિ. સમગ્ર દેશ ભાજપ પાસે એ જાણવા માંગે છે કે તે ગાંધીજીની સાથે છે કે ગોડસેની સાથે ? તેમણે તેની પર સ્પષ્ટીકરણ આપવું જોઈએ. જો તે ગાંધીજીની સાથે છે તો તેમણે પ્રજ્ઞાની વિરુદ્ધ તાત્કાલિક પગલું ભરવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post