• Home
  • News
  • ચીનની ઘૂસણખોરી પર રક્ષામંત્રીનો 3 મિનિટનો જવાબ:કહ્યું- ઝપાઝપીમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા; આપણા જવાનોએ ચીનના સૈનિકોને ભગાડ્યા
post

કોંગ્રેસના શાસનમાં ચીને 1962માં હજારો એકર જમીન હડપ કરી હતી. : અમિત શાહ

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-13 18:18:51

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને સંસદમાં ભારે હંગામો થયો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથે કહ્યું- 9 ડિસેમ્બર, 2022ના રોજ PLA ટુકડીઓએ તવાંગમાં LACનું ઉલ્લંઘન કર્યું અને નિયમો તોડ્યા. ભારતીય સેનાએ પીએલએને અતિક્રમણ કરતાં અટકાવ્યું. તેને પોતાની પોસ્ટ પર જવાની ફરજ પડી હતી.

રક્ષામંત્રીએ કહ્યું હતું કે આ ઘટનામાં બંને દેશના કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા છે. આપણા સૈનિકોમાંથી એકપણ મૃત્યુ પામ્યો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. આપણે સમયસર પગલાં લીધા, જેને કારણે ચીની સૈનિકો ભાગ્યા હતા.. આ પછી સ્થાનિક કમાન્ડરે વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બરે ચીની કાઉન્ટર પાર્ટ સાથે ફ્લેગ મીટિંગ કરી. ચીનને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી હતી અને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું.

શાહે કહ્યું- રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી પૈસા મળ્યા

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ બેવડું વર્તન કરી રહી છે. ચીને ભારતની એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી. આપણા જવાનોએ બહાદુરી બતાવી.

અમિત શાહે સંસદની બહાર કહ્યું- કોંગ્રેસે પ્રશ્નકાળ ચાલવા દીધો નહીં. અમે તમને જવાબ આપવા કહ્યું હતું. તેમ છતાં તેમણે સંસદનું કામકાજ થવા દીધું નહોતું. ચીન પર કોંગ્રેસનું વલણ બેવડું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો પ્રશ્ન પ્રશ્નકાળ દરમિયાન મૂકવામાં આવ્યો હતો. હું તમને કહું કે fcraનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન આ અંગે હતો. તે ફાઉન્ડેશનને ચીન પાસેથી પૈસા મળ્યા હતા. 1.38 કરોડ મળ્યા હતા. કોંગ્રેસના શાસનમાં ચીને 1962માં હજારો એકર જમીન હડપ કરી હતી.

સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં રાજનાથે પોતાના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં વિદેશમંત્રી એસ. જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સહિત તમામ અધિકારીઓએ માહિતી આપી.

 

adv

Related News

post
post
post
post
post
post
post