• Home
  • News
  • દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોના પગાર અને ભથ્થા વધારવા માટેનું બિલ પસાર
post

રાષ્ટ્રપતિની મંજૂરી પછી દિલ્હી વિધાનસભાના પગાર અને ભથ્થા રૃ. ૫૪,૦૦૦થી વધીને રૃ. ૯૦,૦૦૦ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:00:51

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાએ સોમવારે દેશમાં સૌથી ઓછો પગાર મેળવતા પોતાના ધારાસભ્યોના પગાર અને ભથ્થાઓમાં ૬૬ ટકાથી વધુનો વધારો કરવા સંબધિત બિલને મંજૂરી આપી હતી. પ્રધાનો, ધારાસભ્યો, મુખ્ય દંડક, અધ્યક્ષ-ઉપાધ્યક્ષ અને વિપક્ષના નેતાના પગારમાં વૃદ્ધિ માટે પાંચ અલગ અલગ બિલ રજૂ કરવામાં આવ્યા હતાં. જેને સભ્યોને મંજૂરી આપી હતી.

હવે આ બિલ અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે. મંેહસૂલ પ્રધાન કૈલાશ ગેહલોત સોમવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૧ વર્ષ પછી ધારાસભ્યોનો પગાર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે પ્રતિભાશાળી લોકોને રાજકારણમાં લાવવા માટે પુરસ્કાર પણ હોવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોને પગાર અને ભથ્થાનાસ્વરૂપમા ૫૪૦૦૦ રૂપિયા મળે છે. જે રાષ્ટ્રપતિની મંજૂરી પછી વધીને ૯૦,૦૦૦ રૂપિયા થઇ જશે. 

સત્તાવાર આંકડાઓ મુજબ એક ધારાસભ્યને હાલમાં પગાર સ્વરૂપે દર મહિને ૧૨૦૦૦ રૂપિયા મળે છે. જે વધીને ૩૦,૦૦૦ રૂપિયા થઇ જશે. મતવિસ્તાર ભથ્થું ૧૮૦૦૦ રૂપિયાથી વધારી ૨૫૦૦૦૦ રૂપિયા કરવામાં આવશે. જ્યારે કન્વેન્સ એલાઉન્સ ૬૦૦૦થી વધારી ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. ટેલિફોન એલાઉન્સ ૮૦૦૦ રૂપિયાથી વધારી ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. સેક્રેટરિઅલ એલાઉન્સ ૧૦૦૦૦ રૂપિયાથી વધારી ૧૫૦૦૦ રૂપિયા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં દિલ્હી સરકારે દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોનો પગાર વધારી ૨.૧૦ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post