• Home
  • News
  • દિલ્હી કેપિટલ્સ પંજાબને ૧૭ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને
post

૧૬૦ના ટાર્ગેટ સામે પંજાબના ૯ વિકેટે ૧૪૨ , પંજાબ લગભગ બહાર

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 11:14:17

મુંબઈ: માર્શના ૬૩ રન બાદ શાર્દુલ ઠાકુરે ૩૬ રનમાં ચાર વિકેટ ઝડપતાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ૧૭ રનથી વિજય મેળવ્યો હતો. આ જીતની સાથે દિલ્હીના ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ થઈગયા છે અને તેઓ ચોથા ક્રમે આવી ગયા છે. દિલ્હીનો રનરેટ ૦.૨૫૫નો છે. જ્યારે બેંગ્લોર ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ હોવા છતાં -૦.૩૨૩ રનરેટને કારણે પાંચમા ક્રમે ફેંકાયું છે. જીતવા માટેના ૧૬૦ના ટાર્ગેટ સામે પંજાબ ૯ વિકેટે ૧૪૨ રન જ કરી શક્યું હતુ.

પંજાબની ટીમ લગભગ બહાર ફેંકાઈ ગઈ છે. તેમના ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ છે. હવે તેમણે આખરી મોટા અંતરથી મેચ જીતવાની સાથે દિલ્હી-બેંગ્લોર આખરી મેચ હારે તેવી આશા રાખવી પડે. વધુમાં કોલકાતા અને હૈદરાબાદની નિષ્ફળતાની આશા પણ રાખવી પડે. જે લગભગ અશક્ય જેવું છે.

 મિચેલ માર્શે લડાયક દેખાવ કરતાં ૪૮ બોલમાં ૬૩ રન નોંધાવતા પંજાબ સામે દિલ્હીના સ્કોરને સાત વિકેટે ૧૫૯ રન સુધી પહોંચાડયો હતો. પંજાબના બોલરોએ અસરકારક દેખાવ કરતાં દિલ્હીના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. લિવિંગસ્ટન અને અર્ષદીપની જોડીએ ૩-૩ વિકેટ ઝડપી હતી.

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબના કેપ્ટન અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ દિલ્હીને બેટિંગમાં ઉતાર્યું હતુ. વોર્નર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જોકે સરફરાઝ અને મિચેલ માર્શે ૫૧ રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ આઉટ થયા લલિત યાદવ લિવિંગસ્ટન સાથે જોડાયો હતો. તેમણે સ્કોરને ૯૮ સુધી પહોંચાડયો હતો.

મિચેલ માર્શે ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૩ રન ફટકાર્યા હતા. મીડલ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. લોઅર ઓર્ડરમાં અક્ષર પટેલ અણનમ ૧૭ રન નોંધાવતા સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડયો હતો. લિવિંગસ્ટને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અર્ષદીપ સિંઘે ૩૭ રનમાં ત્રણ વિકેટ મેળવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post