• Home
  • News
  • દિલ્હી જળ સંકટ- સુપ્રીમ કોર્ટની AAP સરકારને ફટકાર
post

ટેન્કર માફિયાઓ સામે તમે શું પગલાં લીધાં, કે અમે પોલીસને આદેશ આપીએ?

Written By newsonline | Ahmedabad | Published: 2024-06-12 20:26:49

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટમાં બુધવારે (12 જૂન)ના રોજ દિલ્હી જળ સંકટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે દિલ્હીની AAP સરકારને જળ સંકટ મામલે ટેન્કર માફિયાઓને રોકવા માટે ઠપકો આપ્યો હતો. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે જળ સંકટ ઘેરુ બની રહ્યું છે. ટેન્કર માફિયાઓ સામે અત્યાર સુધીમાં શું પગલાં લીધાં છે? કે અમે પોલીસને આદેશ આપીએ? જો તમે કાર્યવાહી ન કરી શકો તો અમે દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા માટે કહીએ. જસ્ટિસ પીકે મિશ્રા અને પીબી વરાલેની બેન્ચે દિલ્હી સરકારને પૂછ્યું કે તેમણે જળ સંકટ મામલે શું પગલાં લીધાં છે. આનો જવાબ આજે કે કાલે આપો. આ કેસની સુનાવણી 13 જૂને થશે. ખરેખરમાં દિલ્હી સરકારે 31 મેના રોજ જળ સંકટ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને એક મહિના માટે દિલ્હીને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.હિમાચલ પ્રદેશ વધારાનું પાણી આપવા તૈયાર હતું. 6 જૂને કોર્ટે હિમાચલને 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. જો કે દિલ્હી સરકારે કહ્યું કે આ પાણી હજુ સુધી દિલ્હી પહોંચ્યું નથી.

કોર્ટે હિમાચલ સરકારના અધિકારીને પણ ફટકાર લગાવી હતી
કોર્ટે કહ્યું- હિમાચલને દિલ્હી માટે વધારાનું પાણી છોડવા માટે કહેવામાં આવ્યું હતું. હિમાચલ સરકારે લેખિત જવાબ આપ્યો કે તેઓએ પાણી છોડ્યું છે, પરંતુ અહીં હાજર હિમાચલ સરકારના વકીલોનું કહેવું છે કે તેઓ પાણી છોડવા માટે તૈયાર છે. મતલબ કે હજુ પાણી છોડવામાં આવ્યું નથી. આ કંટેમ્પ્ટનો મામલો છે. કોર્ટે હિમાચલના અધિકારીઓને આવતીકાલે હાજર થવા જણાવ્યું છે.

 

કોર્ટે દિલ્હી સરકારને કહ્યું- અમને હળવાશથી ન લો
10
જૂને સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની અરજીમાં ભૂલો અને ખામીઓને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર પણ લગાવી હતી. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેન્ચે દિલ્હી સરકારને પૂછ્યું - તમે હજુ સુધી અરજીની ખામીઓ કેમ સુધારી નથી. તમારે કોર્ટને હળવાશથી ન લેવી જોઈએ. કોર્ટે કહ્યું કે એક તરફ તમે કહો છો કે તમે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો. બીજી બાજુ, તમે પોતે તમારી અરજી સુધારતા નથી. તમને ઝડપી સુનાવણી જોઈએ છે અને તમે આરામથી બેઠા છો. બધું રેકોર્ડ પર રહેવા દો. હવે અમે 12 જૂને કેસની સુનાવણી કરીશું.

 

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું
દિલ્હીમાં જળ સંકટના બે કારણો છે - ગરમી અને પડોશી રાજ્યો પર નિર્ભરતા. દિલ્હી પાસે પોતાનો કોઈ પાણીનો સ્ત્રોત નથી. પાણી માટે પડોશી રાજ્યો પર આધાર છે. દિલ્હી જળ બોર્ડ અનુસાર, આ વર્ષે દિલ્હીમાં દરરોજ 321 મિલિયન ગેલન પાણીની અછત છે. દિલ્હી જલ બોર્ડ અનુસાર, રાજ્યને દરરોજ 129 કરોડ ગેલન પાણીની જરૂર છે. પરંતુ ઉનાળામાં માત્ર 969 મિલિયન ગેલન પ્રતિ દિવસની માંગ પૂરી થાય છે. એટલે કે દિલ્હીની 2.30 કરોડની વસ્તીને દરરોજ 129 કરોડ ગેલન પાણીની જરૂર છે, પરંતુ તેને માત્ર 96.9 કરોડ ગેલન પાણી મળી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post