• Home
  • News
  • ખાનગી સ્કૂલોની દર વર્ષે 8 ટકા ફી વધારો કરવાની છૂટ આપવા માંગ
post

સ્કૂલોએ શિક્ષણ વિભાગને સમય-સંસાધન બચાવવાનો તર્ક આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 08:54:10

અમદાવાદઃ ખાનગી સ્કૂલ સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે સ્કૂલોને દર વર્ષે 8 ટકા ફી વધારો કરવાની મંજૂરી અપાય. જે સ્કૂલને 8 ટકાથી વધુ ફી વધારો જોઇતો હોય તે સ્કૂલ એફઆરસીમાં દરખાસ્ત કરશે. 4 ફી કમિટીની જગ્યાએ એક કમિટી ફી નક્કી કરી શકશે. ખાનગી સ્કૂલોનો તર્ક છે કે પ્રક્રિયાના અમલથી સરકારનો સમય-સંસાધનો બચશે. સ્કૂલ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોએ દર ત્રણ વર્ષે દરખાસ્ત કરવામાંથી છૂટ આપવા ફેડરેશને રજૂઆત કરી હતી. સરકાર તરફથી મુદ્દે કોઇ પ્રતિક્રિયા મળી નથી. અમારો તર્ક હતો કે જે સ્કૂલોને દર વર્ષે 8 ટકા ફી વધારો કરવો હોય તેણે દરખાસ્ત કરવી, જે સ્કૂલે 8 ટકાથી વધુ વધારો જોઇતો હોય તે સ્કૂલોએ દરખાસ્ત કરવી. જેથી ગુજરાતની 80 ટકા સ્કૂલોની સંખ્યા ઘટી જશે.

એક્ટમાં આવો કોઇ ઉલ્લેખ નથી
સ્કૂલ સંચાલકોની રજૂઆત બાદ અધિકારીઓનો તર્ક હતો કે વર્ષે 8 ટકાનો વધારો આપવો અને 5 ફી કમિટીની જગ્યાએ એક કમિટી રાખવી બાબતનો ફી નિયમન એક્ટમાં કોઇ ઉલ્લેખ નથી. સ્કૂલ સંચાલકોની વાત સરકારે માને તો પણ સરકાર એક્ટમાં સંશોધન કર્યા વિના લાગુ કરી શકે.

ફી અંગેના તમામ નિર્ણય સુપ્રીમ કરશે
ખાનગી સ્કૂલોની ફી અંગેના તમામ આખરી નિર્ણય સુપ્રીમ કરશે. સ્કૂલ સંચાલકોની કોઇ રજૂઆત હોય તો તેઓ સુપ્રીમમાં કરે. - ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

કાયદા પ્રમાણે FRCને તમામ સત્તા છે
દર વખતે મોટી સંખ્યામાં સ્કૂલો પોતાની ફાઇલો રજૂ કરે, એફઆરસીનો સમય પણ બગડે છે. તેથી અમે રજૂઆત કરી હતી કે મોંઘવારી પ્રમાણે સ્કૂલોને 8 ટકા વધારો કરવાની મંજૂરી અપાય. કાયદા પ્રમાણે એફઆરસીને તમામ સત્તા છે. - ડો. દીપક રાજ્યગુરુ, પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

adv

Related News

post
post
post
post
post
post
post