• Home
  • News
  • અમદાવાદમાં રોગચાળો વકર્યો,ડેન્ગ્યૂના કેસ 120% વધ્યા
post

અમદાવાદની તમામ હોસ્પિટલોમાં આજકાલ OPDમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 13:15:47

અમદાવાદ : અમદાવાદની તમામ હોસ્પિટલોમાં આજકાલ OPDમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલોમાં જો તમે કોઈ વૉર્ડમાં જશો તો તમને એક પણ બેડ પણ નહીં મળે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી ત્યારે રોગચાળાના આંકડાઓ ખોટા પડે એવી ભીડ જોવા મળી હતી. હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં કેસ પેપર કાઢવા અથવા દવા લેવા દર્દીઓની ભીડ હતી. ડેન્ગ્યૂ અને મેલેરિયાની બીમારી અમદાવાદમાં એ હદે ફલાઈ છે કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ આ બીમારીમાં સપડાયેલું જોવા મળ્યું છે.

વરસાદની સિઝન બાદ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં કુલ 39,469 લોકોનાં ડેન્ગ્યૂ માટે સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાં 1633 જેટલાં કેસ પોઝિટીવ આવ્યા છે. એટલું જ નહીં 14 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં સાદા મેલેરિયાનાં 174 જેટલાં કેસ, જ્યારે ડેન્ગ્યૂના 359 જેટલાં કેસ નોંધાયા છે.

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલનો આંકડાં તપાસીએ તો રોજના 8થી10 ડેન્ગ્યૂના કેસ નોંધાઈ રહ્યા છે. જે દર્દીને તાવ આવતો હોય તેની ચકાસણી બાદ જો રિપોર્ટમાં જો ડેન્ગ્યૂ આવે તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલનાં મેડિકલ સર્જન આર. એમ. જીતિયા જણાવે છે કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે પરંતુ ડેન્ગ્યૂના કેસ એટલી હદે વધી ગયા છે કે પહોંચી વળવું મુશ્કેલ છે. આખા અમદાવાદ જિલ્લામાંથી દર્દીઓ અહીં આવે છે.

શહેરમાં મચ્છરજન્ય રોગોને નાથવા અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્રારા આજે નક્કી કરાયેલાં સ્થળ પર ફોગિંગ કરવામાં આવ્યું હતું. શહેરનાં દરિયાપુર, શાહપુર, ખોખરા, બહેરામપૂરા, ઈન્દ્રપુરી, લાંભા, સરખેજ, જોધપુર, પાલડી નવરંગપુરા, સ્ટેડિયમ, ચાંદખેડા, ઓઢવ, રામોલ, વસ્ત્રાલ, ગોતા, ચાંદલોડિયા, સરદારનગર, બાપુનગર, કુબેરનગર, સરસપુર, રખિયાલ સહિત કુલ 21 વોર્ડમાં મ્યુ.કાઉન્સિલર અને મેલેરિયા વિભાગનાં ડેપ્યુટી હેલ્થ ઓફિસરની હાજરીમાં નક્કી કરેલી સોસાયટીઓ અને ચાલીઓમાં ફોંગિગ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કુલ 296 વિસ્તારમાંથી 36,509 ઘરોમાં હેલ્થ વિભાગે ચેકિંગ કર્યુ હતું. જયારે 33,143 ઘરોમાં ફોંગિગ કરવામાં આવ્યું હતું. હેલ્થ વિભાગનાં ચેકિંગ દરમિયાન 1634 ઘરોમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post