• Home
  • News
  • મુસ્લિમ હોવાના કારણે મંત્રીપદ છીનવાયું: બ્રિટીશ મહિલા સાંસદ
post

49 વર્ષીય સાંસદ નુસરત ગનીને પરિવહન મંત્રીના પદ પરથી બરતરફ કરવાનો વિવાદ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-24 10:22:33

લંડન : બ્રિટીશ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન મહિલા સાંસદ નુસરત ગનીએ એક અખબારી ઇન્ટરવ્યૂમાં આક્ષેપ કર્યો છે કે તેઓ મુસ્લિમ હોવાના કારણે તેમને વર્ષ 2020માં પરિવહનમંત્રીના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. જો કે સરકારના ચીફ વ્હીપ એટલે કે સરકારના એજન્ડા અંગે સાંસદોને માહિતગાર કરનારા પદાધિકારી માર્ક સ્પેન્સરે આ આક્ષેપ નકાર્યો છે અને કહ્યું છે કે આ અંગે કોઇ સત્તાવાર ફરિયાદ મળી નથી.

નુસરત ગનીએ સન્ડે ટાઇમ્સને આપેલા નિવેદન પ્રમાણે વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી બેઠકમાં વ્હીપ જારી કરવામાં આવ્યો હતો, જેમાં તેમના મુસ્લિમ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે તેઓ એક મંત્રી મુસ્લિમ મહિલા હોવાના કારણે સહકર્મીઓ અહસજતા અનુભવે છે.

નુસરત ગનીના જ કન્ઝર્વેટિવ પક્ષના સાસંદ અને વેકિસન મંત્રી નાદીમ જાહવીએ આ મુદ્દે ટ્વિટ કરી કહ્યું છે કે અમારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઇસ્લામોફોબિયા કે કોઇ પ્રકારના વંશવાદ માટે થોડી પણ જગ્યા નથી. આ મુદ્દે તપાસ થવી જોઇએ અને જો વંશવાદનો મુદ્દો હોય તો તેને નાબૂદ કરવા પગલાં લેવામાં આવવા જોઇએ. 

ચીપ વ્હીપ એટલે કે સરકારના એજન્ડા અંગે સાંસદોને એકત્ર કરનારા પદાધિકારી માર્ક સ્પેન્સરે આ દાવો નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે નુસરત નગીએ આ અંગે ક્યારેય સત્તાવાર ફરિયાદ કરી નથી અને તેમણે કરેલા આક્ષેપો બદનક્ષીભર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post