• Home
  • News
  • ઉકાઇ જળાશયમાં 8 મહિનાથી જળમગ્ન મંદિર પાણીની બહાર આવતા ભક્તો દર્શને ઉમટ્યા
post

લક્ષ્મીખેડા અને બોરદાની સીમમાં 2 નદીના સંગમે આવેલું અંદાજે 200 વર્ષ પ્રાચીન મહાદેવ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 11:08:03

ઉકાઈ: નિઝર તાલુકાના લક્ષ્મીખેડા અને બોરદા ગામ વિસ્તારમાંથી પસાર થતી બે નદીના સંગમ તટ ઉપર આવેલ મહાદેવનુ મંદિર આશરે 8 મહિના સુધી ઉકાઈ જળશયના ફુગારામાં પાણીમાં ડૂબેલો રહે છે. ભાવિક ભક્તો શ્રાવણ માંસ અને શિવરાત્રીના સમયે હોળીમાં બેસીને સહારે મહાદેવના મંદિરમાં ફુગારાના પાણીમાં ડૂબેલા શિવલિંગનુ દર્શન કરવા જતા હોય છે.

હાલમાં મહાદેવના મંદિરમાં આવેલ શિવલિંગ બહાર આવતા ભાવિક ભક્તો હોળી વગર દર્શન કરી શકે છે. બંને નદીના તટ ઉપર આવેલ મહાદેવના મંદિર અંગે જૂની ભીલ ભાવલી ગ્રામ પંચાયતના સરપંચ સુરજભાઈ સંજય ભાઈ પાડવીનુ સંપર્ક કરીને જૂની ભીલ ભાવલીના રહેવાસી અને વડીલ એવા વાસુદેવ. સેંગજી.વસાવે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. કે આ મંદિર અમારા પૂર્વજો પેહલાનુ છે. જે આશરે 200 વર્ષ જેટલું જૂનું મંદિર હશે.

બંને નદીના સંગમ તટ ઉપર આવેલ આ મંદિરમાંથી શિવલિંગને બહાર કાઢવા માટે ઘણા લોકોએ ખોધકામ કર્યું હતું પણ શિવલિંગ નહી નીકળતાં આખરે યથાવત સ્થળે જ આશરે 8 થી 10 વર્ષ પહેલા નવી ભીલ ભાવલીના પૃથ્વીસિંગભાઈ યશવંતભાઈ વળવી દ્વારા મહાદેવનુ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post