• Home
  • News
  • DG મર્ડરનો આરોપી ડિપ્રેશનમાં?:ડાયરીમાં યાસિરે લખ્યું છે- પ્રેમ 0%, સ્ટ્રેસ 90%, દુખ 100% અને ફેક સ્માઈલ 100%
post

હેમંત લોહિયાના મૃત્યુ અંગે પોલીસે કહ્યું કે ડીજી જેલના મૃત્યુની ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રામબનના રહેવાસી ઘરેલું હેલ્પર યાસિર અહેમદ મુખ્ય આરોપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 18:21:45

23 વર્ષનો યાસિર અહેમદ જમ્મુ-કાશ્મીરના DG હેમંત લોહિયાની હત્યાનો મુખ્ય આરોપી છે. પોલીસને યાસિરની એક ડાયરી મળી છે. જેમાંથી એ વાતના પુરાવા મળે છે કે તે ડિપ્રેશનનો શિકાર હતો. તેણે લખ્યું તેની જીંદગીમાં પ્રેમ 0%, તણાવ 90%, દુઃખ 100% અને ફેક સ્માઈલ 100% છે. ડિપ્રેશનના કારણે તે મૌત વિશે વિચારતો રહે છે.

ડાયરીમાં યાસિરે શું લખ્યું...
પ્યારી મૌત, મારી જીંદગીમાં આવીજા. મને માફ કરી દેજે. મારો દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, જીવન બધું ખરાબ છે. ડાયરીમાં એક હિંદી ગીત પણ છે. તેનું ટાઈટલ 'ભુલા દેના મુજે' છે.
બીજા પાના પર શોર્ટ નોટ્સ છે. જેમાં લખ્યું છે, મને મારી જિંદગીથી નફરત છે. મારી જિંદગીમાં માત્ર દુઃખ છે.
એક પાના પર ફોનની બેટરી બનાવી અને તેમાં લખ્યું, મારી જિંદગી 1%
મારી જિંદગીમાં પ્રેમ 0%, તણાવ 90%, દુઃખ 100% અને ફેક સ્માઈલ 100% છે.
હું જેવી રીતે જીવી રહ્યો છું તેનાથી મને સમસ્યા નથી. સમસ્યા એ વાતથી છે કે આગળ મારું શું થશે.

પોલીસે હેમંત લોહિયાના કથિત હત્યારાની તસવીર જાહેર કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો આ વ્યક્તિ ક્યાંય દેખાય તો પોલીસને તેની જાણ કરો. આરોપી યાસિર ડિપ્રેશનનો શિકાર છે.

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક હેમંત લોહિયાની હત્યાનો કથિત આરોપી યાસિર ડિપ્રેશનનો શિકાર છે. પોલીસે આ વાત પર પુરાવા જાહેર કર્યા છે. પોલીસે યાસિર દ્વારા તેની ડાયરીમાં લખેલી કેટલીક નોંધ જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ થાય છે કે યાસિર તેના જીવનથી કંટાળી ગયો હતો અને તે ભ્રમિત વાતો લખતો હતો.

આરોપીએ ડાયરીમાં શાયરી પણ લખી હતી. આ શાયરીમાં પોતાની જિંદગી ટૂંકાવવાના સંકેત આપ્યા હતા. એક શાયરીમાં તેણે લખ્યું,"હમ ડૂબતે હે, ડૂબને દો. હમ મરતે હે મરને દો. પર અબ કોઈ જૂઠાપન મત દિખાઓ"

6 મહિનાથી ડીજીના ઘરે કામ કરતો હતો હત્યારો
પોલીસે હેમંત લોહિયાના કથિત હત્યારાની તસવીર જાહેર કરી છે. આ કેસમાં પ્રારંભિક તપાસમાં પોલીસ રામબનના રહેવાસી યાસિરને મુખ્ય આરોપી તરીકે ગણ્યો છે, જે ડીજીના ઘરમાં કામ કરતો હતો. તે છેલ્લા 6 મહિનાથી ડીજીના ઘરે કામ કરતો હતો.

પ્રારંભિક તપાસમાં, આતંકવાદી કાર્યવાહીની કોઈ વાત કરવામાં આવી ન હતી, પરંતુ પોલીસ આ શક્યતાને પણ નકારી શકતી નથી. જે હથિયારથી હત્યા કરવામાં આવી હતી તે હથિયાર પણ પોલીસે કબજે કર્યું છે. પોલીસને કેટલાક એવા પુરાવા પણ મળ્યા છે જે દર્શાવે છે કે યાસિર માનસિક ડિપ્રેશનમાં હતો.

CCTVમાં આરોપી ભાગતો દેખાયો
હેમંત લોહિયાના મૃત્યુ અંગે પોલીસે કહ્યું કે ડીજી જેલના મૃત્યુની ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રામબનના રહેવાસી ઘરેલું હેલ્પર યાસિર અહેમદ મુખ્ય આરોપી છે. સ્થળ પરથી એકત્ર કરાયેલા કેટલાક સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ આરોપી ગુનો કર્યા બાદ ભાગતો જોવા મળે છે.

તે લગભગ 6 મહિનાથી આ ઘરમાં કામ કરતો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે તે તેના વર્તનમાં ખૂબ જ આક્રમક હતો અને સૂત્રોના જણાવ્યા અનુસાર તે ડિપ્રેશનમાં પણ હતો. અત્યાર સુધી, પ્રાથમિક તપાસમાં કોઈ આતંકવાદી કૃત્ય સ્પષ્ટ નથી. તેની માનસિક સ્થિતિ દર્શાવતા કેટલાક દસ્તાવેજી પુરાવા ઉપરાંત ગુનાનું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

મૃતદેહને બાળવાનો પ્રયાસ
તેના શરીરનો એક ભાગ બળી ગયેલો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી કેરોસીનની બોટલ પણ મળી આવી હતી. ડીજીપીના મિત્ર પોલીસમાં એસપીઓ છે, જે હાલમાં રાજીવના પીએસઓ પણ છે. ડીજીપીનું ગળું કાપ્યા બાદ ઓશીકા અને કપડાને કેરોસીનથી આગ લગાવીને શરીરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે રૂમનો દરવાજો તૂટ્યો ત્યાં સુધીમાં યાસિર પાછલા દરવાજેથી ભાગી ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post