ઉદય ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો
49 વર્ષીય
બોલિવૂડ એક્ટર ઉદય ચોપરા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઉદય ચોપરા
પહેલી નજરે ઓળખાતો પણ નહોતો. ઉદય ચોપરાનો લુક તથા ફિઝીક બિલકુલ બદલાઈ ગયું છે. ઉદય
ચોપરા છેલ્લાં કેટલાંક વર્ષોથી લોસ એન્જલસમાં રહેતો હતો.
વજન વધી ગયું છે
ગ્રે ટી શર્ટ તથા
ડેનિમમાં ઉદય ચોપરા કૂલ લાગતો હતો. તેના હાથમાં કેટલીક નોટ્સ તથા મોબાઇલ ફોન હતો.
બ્લેક શૂઝ તથા સનગ્લાસ પહેર્યાં હતાં. ઉદય ચોપરાનું વજન ઘણું જ વધી ગયું છે. તેણે
વાળ પણ વધાર્યા છે.
છેલ્લી બિગ ફિલ્મ 'ધૂમ 3' હતી
ઉદય ચોપરાએ વર્ષ 2000માં
ફિલ્મ 'મોહબ્બતેં'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં
શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન તથા ઐશ્વર્યા રાય હતા. ઉદય ચોપરા
સ્વ. યશ ચોપરાનો નાનો દીકરો તથા ડિરેક્ટર-પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાનો નાનો ભાઈ છે.
ઉદય ચોપરા 'ધૂમ'
સિરીઝમાં અલીના રોલથી જાણીતો
બન્યો હતો. ઉદય છેલ્લે 2013માં 'ધૂમ 3'માં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેણે પ્રોડક્શન પર
ફોકસ કર્યું હતું અને તે લોસ એન્જલસ જતો રહ્યો હતો.
લોસ એન્જલસમાં તે યશરાજ બેનરનું હોલિવૂડનું
કામકાજ સંભાળતો હતો. તેણે 2014માં 'ધ લોંગેસ્ટ વીક'
તથા નિકોલ કિડમેન સ્ટારર
ફિલ્મ 'ગ્રેસ ઓફ મોનાકો'
પ્રોડ્યૂસ કરી હતી. 2018માં
ઉદય ચોપરાએ અમેરિકામાં આવેલું પોતાનું ઘર વેચવા કાઢ્યું હતું.
ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા
લાંબા સમય બાદ ઉદય ચોપરા
મુંબઈ પરત ફર્યો છે. ઉદય મુંબઈ આવતા જ બોલિવૂડમાં ચર્ચા થવા લાગી કે તે બોલિવૂડમાં
કામ કરશે. એક ચર્ચા એવી પણ છે કે યશરાજ બેનર ફિલ્મ 'ધૂમ 4'
પર કામ શરૂ કરશે અને
ફિલ્મમાં ઉદય ફરી એકવાર અલીના રોલમાં જોવા મળશે.
રિલેશનશિપને કારણે ચર્ચામાં રહ્યો હતો
ઉદય ચોપરા અંગત સંબંધોને
કારણે ચર્ચામાં રહ્યો હતો. 2014માં ઉદય ચોપરાના સંબંધો નરગિસ ફખરી સાથે હતા.
જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. નરગિસે થોડાં મહિના
પહેલાં નરગિસે કહ્યું હતું કે તેણે અને ઉદયે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા
હતા. તે ઘણો જ સારો વ્યક્તિ છે.