• Home
  • News
  • તાનાશાહી શાસનને ભારતના લોકોએ લોકશાહી વડે હરાવ્યુ હતુ, પીએમ મોદીએ ઈમરજન્સીનો સમય યાદ કર્યો
post

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ચોમાસાની સીઝન શરુ થઈ છે ત્યારે જળ સંરક્ષણ માટે પણ પ્રયાસો કરવા જરુરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 11:18:58

નવી દિલ્હી:પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી દેશને સંબોધન કરતા ઈમરજન્સીના સમયગાળાને યાદ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ઈમરજન્સી દરમિયાન ભારતની લોકશાહીને કચડવાનો પ્રયાસ થયો હતો.દેશની કોર્ટો, દરેક બંધારણીય સંસ્થા, અખબારો પર નિયંત્રણો લાગુ કરી દેવાયા હતા.સેન્સરશિપના કારણે સરકારની મંજૂરી વગર કશું છાપી શકાતુ નથી.આમ છતા ભારતના લોકોએ લોકશાહી ઢબે જ મુકાબલો કરીને લોકશાહીની ફરી સ્થાપના કરી હતી.તાનાશાહીની માનસિકતાને લોકશાહી પધ્ધતિથી હરાવવાનુ આ પ્રકારનુ ઉદાહરણ દુનિયામાં બીજે શોધવુ મુશ્કેલ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ઈમરજન્સી દરમિયાન લોકોએ કરેલા સંઘર્ષના સાક્ષી બનવાનો મોકો મને મળ્યો હતો.આજે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ઈમરજન્સીના એ ભયાનક સમયને આપણે ભુલવો જોઈએ નહીં.


તેમણે કહ્યુ હતુ કે, આજે ભારત અંતરિક્ષ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યુ છે.આ પૈકીની એક સફળતા છે ઈન સ્પેસ નામની એજન્સીનુ નિર્માણ...કેટલાક વર્ષ પહેલા સ્પેસ સેક્ટરના સ્ટાર્ટ અપ અંગે કોઈ વિચારી શકતુ નહોતુ ત્યારે આજે આ સેક્ટરમાં 100થી વધારે સ્ટાર્ટ અપ કાર્યરત છે.દેશનો યુવા આકાશને સ્પર્શવા જ્યારે તૈયાર હોય ત્યારે દેશ કેવી રીતે પાછળ રહી શકે...

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ચોમાસાની સીઝન શરુ થઈ છે ત્યારે જળ સંરક્ષણ માટે પણ પ્રયાસો કરવા જરુરી છે.લોકોએ જ્યાં પણ જળ સ્ત્રોત દેખાય ત્યાં તેના સંરક્ષણ માટે કાર્યવાહી કરવી જોઈએ.

તેમણે મહિલા ક્રિકેટર મિતાલી રાજને યાદ કરીને કહ્યુ હતુ કે, મિતાલી રાજે સન્યાસ લઈને ઘણા ચાહકોને ભાવુક કરી દીધા હતા. મિતાલી રાજ બીજા ઘણા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post