• Home
  • News
  • ગુજરાતના રાજકારણમાં ‘દીદી’ની એન્ટ્રી, અમદાવાદમાં TMC ના વિશાળ પોસ્ટર લાગ્યા
post

ગુજરાતમાં આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-21 11:52:45

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. અનેક વર્ષોથી BJP સત્તા પર છે. એક વર્ષથી ગુજરાતના રાજકારણ (gujarat politics) ના સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી ગુજરાતમાં એક જ વિપક્ષ હતુ. એક વર્ષમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ વર્ચસ્વ જમાવ્યું છે. ત્યારે વધુ એક રાજકીય પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી કરી રહી છે. આમ આદમી પાર્ટી બાદ મમતા બેનરજી (Mamta Banerjee) ની પાર્ટીની 21 જુલાઈએ ગુજરાતમાં એન્ટ્રી થશે. 

ગુજરાતમાં આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી (gujarat vidhansabha election) પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મમતા બેનર્જિની એન્ટ્રી થવાનું વિશાળ પોસ્ટર લાગ્યુ છે. અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોની અંદર તૃણમૂલ કોંગ્રેસનું મોટું હોર્ડિંગ લગાવાયું છે. જેમાં 21 જુલાઈ શહીદ દિવસ નિમિત્તે મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે તેવુ જણાવાયુ છે. પશ્ચિમ બંગાળમાં TMC ના કાર્યકરોના મોત થયા હતા, એમની યાદમાં શહીદ દિવસ મનાવાય છે. આ પોસ્ટર ઉપર ગુજરાત પ્રદેશ TMC નો ઉલ્લેખ કરાયો છે. 

સવાલ એ છે કે, શું ગુજરાતમાં tmc ની વિચારધારા ધરાવતો વર્ગ છેએક તરફ આમ આદમી પાર્ટીની ગુજરાત (Gujarat) માં પગપેસારો, અને બીજી તરફ tmc ની પણ એન્ટ્રી. પશ્ચિમ બંગાળના વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ મમતા બેનરજી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે. આ વચ્ચે સીએમ મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમા કમર કસતી નજર આવી રહી છે. પહેલા તો મમતા બેનરજી શહીદ દિવસની ઉજવણી માત્ર કોલકાતા સુધી સિમિત રાખતા હતા. પરંતુ હવે તેઓ દેશના અનેક રાજ્યોમાં વરર્ચ્યુઅલ મીટિંગ કરવા જઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ ગુજરાતી ભાષામાં વરચ્યુઅલ મીટિંગના બેનર લગાવાયા છે. 

અનેક રાજ્યોમાં થશે લાઈવ પ્રસારણ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોવિડ 19 મહામારીને કારણે સતત બીજા વર્ષે વચ્યુઅલી લોકોને સંબોધિત કરશે. મમતા બેનરજીના ભાષણને પશ્ચિમ બંગાળ ઉપરાંત પહેલીવાર તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા બીજા રાજ્યોમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ પોસ્ટર પર લખ્યુ કે, મમતા બેનરજી 21 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે વરચ્યુઅલી સંબોધિત કરશે. મમતા દીદીના તસવીરવાળા બેનર ગુજરાતમાં લાગ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post