• Home
  • News
  • ફેસબુક, વ્હોટ્સએપ, ઝૂમ પર જે કરવું હોય એ કરો, સરકાર વચ્ચે નહીં પડે; TRAIની ભલામણ- અત્યારે રેગ્યુલેશનથી OTT પ્લેટફોર્મને અલગ રાખવામાં આવે
post

TRAIએ દૂરસંચાર વિભાગને તેની ભલામણો સુપરત કરી, સરકારે આ અંગે અંતિમ નિર્ણય લેવો પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 09:17:15

ટેલિકોમમંત્રી રવિશંકર પ્રસાદે અનેક પ્રસંગો પર કહ્યું છે કે ફેસબુક, વ્હોટ્સએપ, ટેલિગ્રામ સહિત તમામ OTT પ્લેટફોર્મને જવાબદારી હેઠળ લાવવા જરૂરી છે. એના માટે કેન્દ્ર સરકારે પણ પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ને લાગે છે કે એની કોઈ જરૂર નથી. એટલે કે આ પ્લેટફોર્મ પર યુઝરને જે કરવું છે, એ કરવા દો. સરકારે વચ્ચે ન પડવું જોઈએ. TRAIની ભલામણો પર સરકારે નિર્ણય લેવો પડશે. TRAIની ભલામણથી ટેલિકોમ ઓપરેટરમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓ કહે છે કે જ્યારે આપણી પાસે આટલા રેગ્યુલેશન છે, તો પછી આ OTT પ્લેટફોર્મ કેમ છોડવામાં આવી રહ્યા છે. 5 સવાલોમાં રેગ્યુલેશનો મુદ્દો સમજો...

OTT રેગ્યુલેશનનો કેસ શું છે?

·         લાંબા સમયથી માગ હતી કે ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મને પણ જવાબદાર બનાવવું જોઈએ. 2018માં તેના માટે સરકાર પર આ માટે પણ દબાણ વધી ગયું હતું, કેમ કે ફેક ન્યૂઝના કારણે મોબ લિંચિંગની ઘટનાઓ સતત સામે આવી રહી હતી.

·         OTT કમ્યુનિકેશન સર્વિસ મૂળભૂત રીતે ઇન્ટરનેટ એપ્લિકેશન છે, જે મોબાઈલ ઓપરેટરોના નેટવર્કથી ચાલે છે. કોઈના કોઈ રીતે તે ફક્ત ટેલિકોમ કંપનીઓ માટે જ નહીં પણ ન્યૂઝ ચેનલો અને અખબારોની પણ પ્રતિસ્પર્ધી છે.

·         ટેલિકોમમંત્રી રવિશંકર પ્રસાદે 2018માં મોબ લિંચિગની ઘટનાઓ વધવા પર વ્હોટ્સએપને જણાવ્યું હતું કે એ ગેરકાયદે મેસેજનું માધ્યમ છે. એ ઉપરાંત ઉશ્કેરણીજનક મેસેજ મોકલનારની ઓળખ કરવામાં મદદ કરે. TRAIની ભલામણો આ સૂચનાથી વિરુદ્ધ છે.

TRAIની ભલામણો શું છે?

·         TRAI'રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર ઓવર-ધ-ટોપ (OTT) કમ્યુનિકેશન સર્વિસ' નામથી પોતાની ભલામણોમાં કોઈ કંપનીનું નામ નથી લીધું. TRAIએ સ્પષ્ટ રીતે કહ્યું કે, OTT પ્લેટફોર્મ માટે કોઈપણ પ્રકારના રેગ્યુલેશનની જરૂર નથી. આ સેવાઓમાં ફેસબુક મેસેન્જર, વ્હોટ્સએપ, એપલ ફેસટાઈમ, ગૂગલ ચેટ, સ્કાઈપ, ટેલિગ્રામ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ, સિસ્કો વેબેક્સ, ઝૂમ, ગૂગમ મીટ્સ જેવી નવી સર્વિસ પણ સામેલ છે.

·         TRAIએ તેવું પણ કહ્યું હતું કે ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)ની સ્ટડીના આધાર પર આ મુદ્દાને નવેસરથી જોવાની જરૂર પડી શકે છે. સમગ્ર દુનિયામાં આ OTT પ્લેટફોર્મ્સને રેગ્યુલેટ કરવાની સંભાવનાઓ શોધવામાં આવી રહી છે.

·         TRAIએ સિક્યોરેટી અને પ્રાઈવેસીના મુદ્દા પર કહ્યું હતું કે OTT કમ્યુનિકેશન સર્વિસનું માળખું હજી વિકસિત થઈ રહ્યું છે. એન્ડ-યુઝર્સની પ્રાઈવેસી જાળવવા રાખવા માટે એનક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે કોઈપણ ઓથોરિટીને ક્લિયર ટેક્સ્ટ ફોર્મેટમાં કમ્યુનિકેશન મેળવવાથી રોકે છે.

TRAIની ભલામણો સાચી છે કે ખોટી?

·         કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં એ વિચારવું જોઇએ કે પરિણામ શું હોઈ શકે છે. સંપૂર્ણ રીતે રેગ્યુલેશન ન કરવું જોખમી હોઈ શકે છે. ફેસબુક, વ્હોટ્સએપ જેવા પ્લેટફોર્મ ન્યૂઝ અને માહિતી મેળવવાનું સાધન બની ગયાં છે. જ્યારે ટીવી ચેનલ અને અખબારોને હિંસા ભડકાવવા અથવા સમુદાયમાં નફરત ફેલાવવા માટે દોષી ઠેરવવામાં આવે છે, તો સોશિયલ મીડિયાને કેમ નહીં?

·         TRAI મુજબ, સોશિયલ મીડિયાની આ અંગે કોઈ જવાબદારી રહેશે નહીં. માત્ર એટલું જ કહેવામાં આવશે કે સામગ્રીને દૂર કરે. માત્ર આટલામાં જ જવાબદારી પણ સમાપ્ત થઈ જશે. જ્યારે કાયદા પણ સોશિયલ મીડિયાને પણ એક મીડિયા તરીકે ગણે છે, ત્યારે તેનું રેગ્યુલેશન પણ થવું જોઈએ.

·         TRAIની ભલામણોથી મોબાઇલ ઓપરેટરોના ગ્રુપ COAI એટલે કે, સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, આ બરાબર નથી થયું. OTT સેવાઓ પર આ પ્રકારના રેગ્યુલેશન ન હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો રહેશે.

·         COAIના ડીજી એસપી કોચરના જણાવ્યા પ્રમાણે, દૂરસંચાર કંપનીઓ કડક રેગ્યુલેટરી અને લાઇન્સેસિંગ ફ્રેમવર્કમાં બંધાયેલી છે. આ OTT સેવાઓ દૂરસંચાર સેવાઓની જગ્યા લઈ શકે છે તો તેને રેગ્યુલેશનમાં કેમ બાંધવામાં નથી આવતી. તે દૂરસંચાર કંપનીઓની સાથે સારું નથી.

રેગ્યુલેશન પર આ કંપનીઓનું શું કહેવું છે?

·         નેસ્કોમ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ જેવા ડિજિટલ એપ્લિકેશન પ્રોવાઈડર OTT માટે કોઈપણ પ્રકારના રેગ્યુલેટરી ફ્રેમવર્કની વિરુદ્ધ છે. OTT કંપનીઓનો દાવો છે કે તેમની સેવાઓ મોબાઈલ ઓપરેટર્સ કરતાં અલગ છે. કમ્યુનિકેશન માટે કોઈ ડેડિકેટેડ એન્ડ-ટુ-એન્ડ ચેનલ નથી.

·         વ્હોટ્સએપનું કહેવું હતું કે જો ટ્રેસેબિલિટીનું ફીચર વિકસિત કરવામાં આવે તો તે એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનને નબળી કરશે. વ્હોટ્સએપના પ્રાઈવેટ નેચરને પણ અસર કરશે. ગંભીર દુરુપયોગની સંભાવના વધી જશે.

શું મોબાઈલ કંપનીઓને OTT સર્વિસના કારણે નુકસાન થઈ રહ્યું છે?

·         એવું લાગતું નથી. 5-6 વર્ષ પહેલાં ટેલિકોમ ઓપરેટરોએ માગ કરી હતી કે OTT પ્લેટફોર્મને 'વન સર્વિસ, વન રૂલ' અંતર્ગત રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાવવી જોઈએ. એ સમયે વ્હોટ્સએપ, ફેસબુક, સ્કાઈપથી કોલ કરવાનું ફ્રી હતું અને તેનું નુકસાન ટેલિકોમ ઓપરેટરોને થતું હતું.

·         જોકે, હવે સમય બદલાઈ ગયો છે. તે સમયે ડેટા પ્રતિ GB 50 રૂપિયા હતો અને વોઈસ અને મેસેજ સર્વિસનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જિયોના આવ્યા બાદ ડેટા 3-5 રૂપિયા પ્રતિ GB થઈ ગયો છે. ટેલિકોમ કંપનીઓએ પણ કોલિંગ સેવાઓને ફ્રી કરી ચૂકી છે. મેસેજ પણ ફ્રી જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post