• Home
  • News
  • નેધરલેન્ડમાં 1 થી 12 વર્ષ સુધીના અસાધ્ય રોગથી પીડાતા બાળકોના જીવનનો ડૉક્ટરો અંત લાવી શકશે, ડચ સરકારે કાયદો બનાવ્યો
post

ડચ સરકારના નિર્ણય પછી મેડિકલ ક્ષેત્રમાં ચર્ચા છંછેડાઈ પણ મોટાભાગના લોકોનું સમર્થન

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:31:26

નેધરલેન્ડ્સની ડચ સરકારે ડૉક્ટરોને અસાધ્ય કે ગંભીર રૂપે બીમાર બાળકોના જીવનનો અંત લાવવાની મંજૂરી આપી દીધી છે. હવે ડૉક્ટરો તેમની રીતે આવા બીમાર બાળકોના જીવનનો અંત લાવી શકશે. જોકે તેના માટે તેમણે બાળકના માતા-પિતાની મંજૂરી લેવી પડશે.

બીજી બાજુ આ નિર્ણયથી મેડિકલ ક્ષેત્રમાં મૃત્યુ આપવા અગે ચર્ચા છંછેડાઈ છે. અમુક સંગઠનો કહી રહ્યાં છે કે જો એ બાળકોને દવાઓના માધ્યમથી જીવીત રાખી શકાય છે તો તેમને આ પ્રકારે મૃત્યુ કેમ આપવું જોઈએ? જોકે મોટાભાગના નિષ્ણાંત અને કાયદાના ઘડવૈયા આ કાયદાથી સંમત છે. ખરેખર નેધરલેન્ડ્સમાં એક વર્ષ સુધીના અસાધ્ય રોગથી પીડાતા બાળકોને મૃત્યુ આપવાની મંજૂરી છે. તે અંગે ડચ સ્વાસ્થ્યમંત્રી હ્યુગો ડી જોંગે બીમાર બાળકોને મૃત્યુ આપવાના કાયદામાં વિસ્તારનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેથી 12 વર્ષ સુધીના બાળકોને નવા કાયદામાં સામેલ કરી શકાય.

તેમણે મંગળવારે સંસદમાં કહ્યું કે અમુક બાળકો ઘણાં બીમાર હોય છે. તેમનામાં કોઇ પણ પ્રકારના સુધારાની આશા રહેતી નથી. તે બિનજરૂરીરૂપે પીડિત હોય છે. દર વર્ષે આવા લગભગ 5થી 10 બાળકો પીડિત હોય છે. જો કોઈ બાળક અસહ્ય કે નિરાશાજનક પીડાનો સામનો કરે છે તો તેના જીવનને સમાપ્ત કરી શકાય છે. તેનાથી મેડિકલ ક્ષેત્રની મદદ થશે. હાલ કાયદો પસાર થયો છે. નવા કાયદા અંગે નિષ્ણાંતો જણાવે છે નેધરલેન્ડ્સ સરકાર મેડિકલ સહાયથી એવા લોકોને મૃત્યુ આપવાના પક્ષમાં છે, જેમના ઠીક થવાની સંભાવના જરાય ન હોય.

3 યુરોપિયન દેશોમાં જોગવાઈ
લક્ઝમબર્ગ, બેલ્જિયમ અને સ્વિટ્ઝરલેન્ડ મેડિકલ સહાય પ્રાપ્ત મૃત્યુની મંજૂરી આપે છે. જોકે કાયદો દરેક દેશમાં અલગ હોય છે. બેલ્જિયમ એક ડૉક્ટરની મદદથી બાળકોને મૃત્યુની મંજૂરી આપે છે પણ લક્ઝમબર્ગમાં આ કાયદો અસાધ્ય રોગથી પીડાતા વયસ્કો સુધી મર્યાદિત છે.

અમેરિકા જેવા મોટા દેશો માટે નવો કાયદો સમસ્યા બની શકે છે
અમેરિકાના ન્યુયોર્ક લેંગોન મેડિકલ સેન્ટરના પ્રોફેસર આર્થક કાપ્લાન જણાવે છે કે આ નવો કાયદો નેધરલેન્ડ્સ જેવા નાના દેશો માટે ઠીક છે. આ કાયદાથી અમેરિકા જેવા મોટા દેશો ઉપર દબાણ વધશે. ખાસ કરીને એ વયસ્ક લોકોના સંબંધમાં જે ગંભીરરૂપે બીમાર છે પણ પોતાની સંમતિ આપવામાં અસમર્થ છે. મને શંકા છે કે અમેરિકા કે બીજા મોટા દેશ નેધરલેન્ડ્સના આ કાયદાને ફૉલો કરશે. ડચ નાગરિકોન તુલનાએ અમેરિકી તેમની મેડિકલ સિસ્ટમ પર ઓછો વિશ્વાસ કરે છે. અમેરિકા મોટો દેશ છે. આવા દેશોમાં બધા માટે સારી સ્વાસ્થ્ય સુવિધા નથી. આ સ્થિતિમાં મોટા દેશોમાં આ કાયદો સમસ્યા બની જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post