• Home
  • News
  • ભારતના આ દિગ્ગજ બોલરે આપ્યો જવાબ, ‘હવે ધોની ટીમ ઇન્ડિયામાં પરત નહી ફરી શકે'
post

ધોની પાસે આઇપીએલમાં સારા પ્રદર્શન બાદ ભારતની વિશ્વ કપ ટી-20માં સ્થાન બનાવવાની તક હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 11:06:41

ઓફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે, મહેન્દ્ર સિંહ ધોની જો ચેન્નઇ સુપરકિંગ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી પણ લે છે તો ત્યારે પણ તેમની ફરીથી ભારત માટે રમવાની સંભાવના નથી. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર ત્રીજા બોલર હરભજન સિંહએ પૂર્વ ભારતીય કેપ્ટનને બીસીસીઆઇના અનુબંધિત ખેલાડીઓની લિસ્ટમાંથી બહાક કરી દેવાની ખબર પર પ્રતિક્રિયા આપી છે.


તમને જણાવી દઇએ કે, ગત સિઝનમાં ધોની કરાર કરનારી સૂચિની કેટેગરીમાં હતો. એવું પૂછવા પર કે શું ધોની ટી-20 વિશ્વ કપમાં રમશે કારણ કે, તેને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધુ છે. વિશે હરભજને કહ્યું,”મને નથી લાગતુ કે તે (ધોની) ભારત માટે રમશે કારણ કે તેણે નિર્ણય લઇ લીધો હતો કે તે (2019) વિશ્વકપ સુધી રમશે. તે આઇપીએલની તૈયારી કરી રહ્યો હશે.”


હરભજનને જ્યારે પૂંછવામાં આવ્યું કે ધોની પાસે આઇપીએલમાં સારા પ્રદર્શન બાદ ભારતની વિશ્વ કપ ટી-20માં સ્થાન બનાવવાની તક હશે તો તેમણે કહ્યું,”મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઇપીએલમાં ધોનીનું પ્રદર્શન ખુબ સારૂ રહેશે. પરંતુ મને નથી લાગતું કે, જો તે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરશે તો પણ તે ભારત માટે રમી શક્શે.”

ઉલ્લેખનિય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) વર્ષ 2019-2020 માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડે કરારની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ નથી કર્યો. દરમિયાન લોકો અંગે ધોનીના જવાબની પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે કરાર અને સંન્યાસની અટકળોના સમાચાર વચ્ચે મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ઝારખંડ રણજી ટીમ સાથે અભ્યાસ શરૂ કર્યો હતો. ધોનીએ રાંચીમાં પોતાની ઘરેલું ટીમ સાથે પ્રેક્ટિસ કરી. એવી માહિતી મળી છે કે ધોનીએ IPL માટે તૈયારીઓ શરૂ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post