• Home
  • News
  • ગુનાની સજા : અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને 20 લાખ ડોલરનો દંડ ફટકાર્યો
post

કોર્ટે કહ્યું- ડોનાલ્ડ ટ્રમ્પે ચેરિટેબલ ફાઉન્ડેશનનો ખોટી રીતે ઉપયોગ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 11:08:33

વોશિંગ્ટન : ન્યૂ યોર્કની એક કોર્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ખોટી રીતે ઉપયોગ કરવા માટે 20 લાખ ડોલર (લગભગ 15 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ટ્રમ્પે તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો પોતાના રાજકીય અને બિઝનેસ સાથે સંલગ્ન હિતો માટે ઉપયોગ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જજ સૈલિયન સ્ક્રાપુલાએ ગુરુવારે આ મામલે ચુકાદો આપતા આદેશ આપ્યા હતા કે ટ્રમ્પ ફાઉન્ડેશનને બંધ કરવામાં આવે અને આ ફાઉન્ડેશનમાં બાકી વધેલા ફંડને (લગભગ 17 લાખ ડોલર)ને અન્ય બિન લાભકરી સંગઠનો વચ્ચે વહેચી દેવામાં આવે.

ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ગયા વર્ષે ટ્રમ્પ વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો હતો. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર પર આક્ષેપ કર્યા હતા કે ટ્રમ્પે આ ફાઉન્ડેશનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પોતાના વેપાર અને રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પોતાના પ્રચાર માટે કર્યો હતો.

એટર્ની જનરલે જેમ્સે આ કેસ દાખલ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 2.8 મિલિયન (28 લાખ) ડોલરના વળતરની માગણી કરી હતી. પરંતુ જજ સ્ક્રાપુલાએ રકમને ઘટાડીને 20 લાખ ડોલર કરી દીધી છે. ફાઉન્ડેશનના વકીલે અગાઉ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામેનો કેસ રાજકારણથી પ્રેરિત છે.

adv

Related News

post
post
post
post
post
post
post